અફઘાનિસ્તાના કંધારની શિયા મસ્જિદ પર હુમલો: ૭ના મોત
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન આવ્યા પછી ઘણા હુમલાઓ પણ થયા છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.
જેમાં અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં ગુરુવારે એક મોટો હુમલો થયો છે. આ હુમલો શહેરના પીડી૧માં થયો હતો. જે ફાતેમેહ ઈમામ બારગાહ મસ્જિદ પાસે સ્થિત છે. મામાલાની જાણકારી સ્થાનિક ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલાથી આપવામાં આવી છે. આ હુમલામાં સંખ્યાબંધ લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તામાં આવ્યા એ પહેલા શાંતિ ન હતી, સત્તા મળ્યા પછી પણ શાંતિ નથી. ઉલટાની હવે અફઘાનિસ્તાનની સ્થિતિ નધણિયાતી ભૂમિ જેવી થઈ ગઈ છે. અમેરિકનો ૨૦ વર્ષ પછી અફઘાની પ્રજાની રગ ઓળખી શક્યા ન હતા. તાલિબાનો અફઘાનિસ્તાનની ધરતીમાં જ મોટા થયા છે, છતાં પણ દેશ પર કાબુ કરી શક્યા નથી અને ક્યારેય કરી શકે એવી કોઈ શક્યતા નથી.HS