અફઘાનિસ્તાન: એક જ દિવસમાં 3 આતંકી હુમલા : 5 સરકારી અધિકારી સહિત 9નાં મોત
અફઘાનિસ્તાનમાં મંગળવારે થયેલા ત્રણ જુદા જુદા આતંકી હુમલાઓમાં પાંચ સરકારી કર્મચારીઓ-અિધકારીઓ અને ચાર પોલીસ જવાનોના મોત નિપજ્યા છે. આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને સ્વિકારી નથી. અફઘાનિસ્તાનની રાજધાની કબુલમાં એક ગનમેન દ્વારા હુમલો કરાયો હતો જેમાં સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ચાર કર્મચારીઓની હત્યા કરાઇ હતી.
ગનમને દ્વારા થયેલા આ હુમલાના કલાકો બાદ અફઘાનિસ્તાનના પ્રમુખના નિવાસસ્થાન દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓનું નિશાન ગ્રામીણ વિકાસ વિભાગના એક પ્રાંતના ડાયરેક્ટર રીયાઝ અહેમદ ખલિલ હતા.
જે લોકો માર્યા ગયા તેમાં તેઓનો પણ સમાવેશ થાય છે. કાબુલમાં જ અન્ય એક જગ્યાએ કારમાં ફીટ કરાયેલો બોમ્બ બ્લાસ્ટ થતા વધુ એક સરકારી કર્મચારીનું મોત નિપજ્યું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલામાં મંત્રાલયના એક કર્મચારીની કારના ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું હતું.