અફઘાનિસ્તાન પર તાલિબાનના ઝડપી કબજાથી અમે પણ હેરાન: બિપિન રાવત

નવીદિલ્હી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના જણાવ્યા મુજબ, તાલિબાને જે ગતિથી અફઘાનિસ્તાન પર પોતાનો કબજાે જમાવ્યો છે તનાથી ભારત પણ હેરાન છે. એક કાર્યક્મ દરમિયાન જનરલ રાવતે માન્યું હતું કે ભારતને પણ એવી આશંકા હતી કે તાલિબાન એક દિવસ અફઘાનિસ્તાન પર પોતાનો કબજાે કરી લેશે, પરંતુ આં બધુ એટલું ઝડપથી બનશે, એવું ક્યારેય વિચાર્યું ન હતું. તેમના મુજબ, ૨૦ વર્ષ બાદ પણ તાલિબાન જરાપણ બદલાયું નથી.
દિલ્હીમાં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં જનરલ રાવતની સાથે યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડના એડમિરલ જાેન અક્વિલીનો પણ સામેલ હતા. બંને અધિકારીઓ અફઘાનિસ્તાન અને પ્રાદેશિક સુરક્ષાને લગતા મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજાે અને ભારત પર તેની સંભવિત અસરનો ઉલ્લેખ કરતા જનરલ રાવતે કહ્યું- જાે તાલિબાનના નિયંત્રણ વાળા અફઘાનિસ્તાનથી ભારત તરફ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ, તો અમે તેની સામે ઝડપી કડક કાર્યવાહી કરીશું. ક્વાડ દેશોએ પણ વૈશ્વિક આતંકવાદનો સામનો કરવા માટે સહકાર વધારવો પડશે.ક્વાડ ચાર દેશોનું સંગઠન છે. તેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ચીન તેને હિન્દ મહાસાગરમાં પોતાના માટે સૌથી મોટું જાેખમ અને સૈન્ય પડકાર માનતું આવ્યું છે.
એડમિરલ અક્વિલિનોએ ચીનનું નામ લીધા વિના સ્વીકાર્યું છે કે ભારત એલઓસી પર પડકારનો સામનો કરી રહ્યું છે અને દક્ષિણ ચીન સાગરમાં પણ ઘણા પડકારો છે. તેમણે ફ્રી નેવિગેશન પર ભાર મૂક્યો. હોંગકોંગમાં ચીનના વલણ પર પણ એડમિરલ જ્હોને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે, જનરલ રાવતે કહ્યું કે ભારત આ ક્ષેત્રને આતંકવાદ મુક્ત બનાવવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું- ભારતને ડર છે કે અફઘાનિસ્તાનની સ્થિતિની અસર આપણા દેશ પર પણ થઈ શકે છે, અને ભારત માટેની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે.
એક સવાલના જવાબમાં રવેટે જણાવ્યુ હતું કે, તાલિબાન ૨૦ વર્ષ બાદ પણ જરાપણ બદલાયું નથી, તેના પાર્ટનર જરૂરથી બદલાઈ ગયા છે. આ એ જ તાલિબાન છે જે ૨૦ વર્ષ પહેલા હતું, હવે નવા પાર્ટનરો સાથે સામે આવ્યું છે. રાવતના સંકેતને એવા અહેવાલોની પુષ્ટિ ગણી શકાય કે જેમાં કહેવામાં આવે છે કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ અફઘાનિસ્તાનમાં તાલિબાનને મદદ કરી રહ્યા છે.HS