અફઘાનિસ્તાન: રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથગ્રહણ દરમિયાન બ્લાસ્ટ

કાબૂલ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોમવારે બીજા કાર્યકાળ માટે શપથ લીધાં છે. પરંતુ આ દરમિયાન અહીંની સ્થિતી યોગ્ય નથી. અફઘાન મીડિયા અનુસાર ગનીના શપથગ્રહણ દરમિયાન બ્લાસ્ટ થયો છે.
આ બ્લાસ્ટ કાબૂલમાં થયો છે. મળતી વિગતો મુજબ જે જગ્યાએ રાષ્ટ્રપતિ શપથ લઈ રહ્યાં હતા ત્યાંથી થોડાં દૂર આ બ્લાસ્ટ થયો અને આ દરમિયાન ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. કાબૂલ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહ દરમિયાન ગની પોતાનું ભાષણ પુરુ કરી રહ્યો હતો ત્યારે બ્લાસ્ટ થયો.