અફઘાન મહિલા ફૂટબોલ ખેલાડીને પોર્ટુગલમાં આશ્રય

લિસ્બન, તાલિબાનથી બચવા માટે અફઘાનિસ્તાન મહિલા ફૂટબોલ ટીમની કેટલીક ખેલાડીઓને યુરોપના દેશ પોર્ટુગલે આશરો આપ્યો છે.
આ ખેલાડીઓ વાયા પાકિસ્તાન પોર્ટુગલ પહોંચી ચુકી છે. આ પૈકીની એક મહિલા ખેલાડી ૧૫ વર્ષીય સારા કહે છે કે, અફગાનિસ્તાન છોડવુ મુશ્કેલ હતુ પણ હવે મારૂ ભવિષ્ય મને સુરક્ષિત લાગી રહ્યુ છે. મારૂ સ્વપ્ન મારા ફેવરિટ પ્લેયર રોનાલ્ડોને મળવાનુ છે.
તેનુ કહેવુ છે કે, હવે હું આઝાદ છું અને જાે અફઘાનિસ્તાનમાં મને આઝાદી મળશે તો હું ફરી ત્યાં જઈશ. જાેકે સારાની માતાને આવી આશા ઓછી જ છે. કારણકે સારાની માતાએ તાલિબાનનુ અગાઉનુ શાસન જાેયુ છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાને મહિલા ખેલાડીઓ પર રમત ગમતમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. કારણકે તાલિબાનનુ માનવુ છે કે, મહિલાઓ માટે રમતમાં ભાગ લેવો જરૂરી નથી. તેનાથી તેમના શરીરનુ પ્રદર્શન થાય છે.
અફઘાનિસ્તાનની સિનિયર મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન પણ પોર્ટુગલ પોહંચી ચુકી છે. તેનુ કહેવુ છે કે, અમે અમારી પસંદગીની રમત રમવાનુ ચાલુ રાખી શકીએ તે માટે દેશ છોડવાનો ર્નિણય લીધો છે.SSS