અફઘાન મૂળના ભારતીય નાગરિકનું કાબુલમાં અપહરણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Punil.jpg)
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓનો આતંક ચાલુ છે. દેશ પર તાલિબાનના કબજા બાદથી જ સામાન્ય લોકો પર અત્યાચારનો આલમ છે. આ બધા વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાની આતંકીઓએ બંદૂકની અણીએ એક અફઘાન મૂળના ભારતીય નાગરિકનું અપહરણ કરી લીધુ.
ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીલ સિંહ ચંડોકે આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ કારોબારીનું નામ બંસરીલાલ છે અને તેમનો પરિવાર હરિયાણાના ફરીદાબાદમાં રહે છે.
બંસરીલાલ કાબુલમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનો વેપાર કરે છે. તેઓ મંગળવારે સવારે ૮ વાગ્યાની આસપાસ પોતાના સ્ટાફ સાથે દુકાન જવા નીકળી રહ્યા હતા ત્યારે જ તેમની કારને પાછળથી ટક્કર માર્યા બાદ આતંકીઓએ તેમનું અને સ્ટાફનું બંદૂકની અણીએ અપહરણ કરી લીધુ.
૫૦ વર્ષના બંસરીલાલ શીખ સમુદાયના છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બંસરીલાલ અને તેમના કર્મચારીઓની ખુબ પીટાઈ કરવામાં આવી. સ્ટાફના લોકો અપહરણકર્તાઓના ચુંગલમાંથી નીકળવામાં સફળ રહ્યા. સ્તાનિક તપાસ એજન્સીઓએ તેમના અપહરણ થવાનો કેસ દાખલ કર્યો છે અને તેમની શોધ ચાલુ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભારતીય વિદેશ મંત્રાલયને આ મામલે જાણકારી આપી દેવાઈ છે. સરકારને આ મુદ્દે તત્કાળ હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.SSS