અફઘાન શાંતિ પ્રક્રિયાના મુખ્ય વાર્તાકાર ભારત પહોંચ્યા
નવીદિલ્હી, અફઘાનિસ્તાનની આતંકી સંગઠન તાલિબાનની સાથે શાંતિ પ્રક્રિયાની વાતચીતના મુખ્ય વાર્તાકાર અબ્દુલ્લા અબ્દુલ્લા ભારત પહોંચ્યા છે પાંચ દિવસીય પ્રવાસમાં અબ્દુલ્લા અબ્દુલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદી,વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીજ ડોભાલની મુલાકાત કરશે.
અફધાનિસ્તાનમાં રાષ્ટ્રીય સુલહ માટે ઉચ્ચ પરિષદના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લા ભારતીય નેતાઓની સાથે કતરના પાટનગર દોહામાં અફગાન સરકાર અને તાલિબાનની વચ્ચે શાંતિ પ્રક્રિયા અને દ્રિપક્ષીય સમજૂતિની બાબતમાં વિચાર સંયુકત કરશે ભારત સરકારના આમંત્રણ પર અબ્દુલ્લા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળની સાથે દિલ્હી પહોંચ્યા છે. તે મભારતીય નેતાઓની સાથે શાંતિના પ્રયાસો અને ક્ષેત્રીય સહમતિ અને અફઘાન શાંતિ પ્રક્રિયાને લઇ ભારતના સમર્થન પર વાત કરશે ભારત અફઘાન વચ્ચે સમજૂતિ થઇ શકે છે.
અબ્દુલ્લા રક્ષા અધ્યન અને વિશ્લેષણ સંસ્થાનને સંબોધિત પણ કરશે અબ્દુલ્લા ગત અઠવાડીયે પાકિસ્તાન પણ ગયા હતાં અને ત્યાં વડાપ્રધાન ઇમરાન ખાનને મળી અફધાન શાંતિ પ્રક્રિયા પર ચર્ચા પણ કરી હતી. અફઘાનિસ્તાનમાં નવી સરકારની હચના બાદ અબ્દુલ્લાનો આ પહેલો ભારત પ્રવાસ છે.HS