અફઘાન શીખોને આદેશ: ઇસ્લામ સ્વીકારો નહી તો મોતને ઘાટ ઉતારી દઇશું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Kabul-1024x576.jpg)
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાને બેવડું વલણ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. સત્તા કબજે કર્યા બાદ તાલિબાને માન્યતા મેળવવા માટે ધર્મ સાંપ્રદાયિકતાનો દાવો કર્યો હતો પરંતુ હવે ત્યાંની સુરક્ષાની સ્થિતિ લઘુમતીઓ માટે વધુને વધુ ખરાબ થઇ રહી છે.
ખાસ કરીને શીખ સમુદાયના અફઘાનિસ્તાનમાં રહેવા પર સંકટ ઘેરાઇ રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તાલિબાને શીખોને આદેશ આપ્યો છે કે તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારી સુન્ની મુસ્લિમ બની જાય અથવા તો દેશ છોડીને ચાલ્યા જાય.
ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટી (આઇએફએફઆરએએસ)ના રિપોર્ટ પ્રમાણે તાલિબાન સરકારે આ સ્પષ્ટ કર્યું છે કે શીખોને સુન્ની ઇસ્લામ સ્વીકારવો જ પડશે નહીતર તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. તાલિબાની સરકાર ક્યારેય દેશમાં વિવિધતાને પ્રોત્સાહન આપશે નહીં. રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આવામાં દેશમાં લઘુમતીઓના નરસંહારનું જાેખમ સર્જાઇ રહ્યું છે. તાલિબાને ૧૫ ઓગસ્ટે કાબુલ પર કબજાે કર્યો હતો, તેના બાદ દેશમાં દહેશતનો માહોલ બનેલો છે.
આઇએફએફઆરએએસએ જણાવ્યું હતું કે શીખ સમુદિાય સદીઓથી અફઘાનિસ્તાનમાં રહે છે, પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી અફઘાન સરકારે તેમને મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડી નથી. તેમને રહેવા માટે ઘર પણ આપવામાં આવ્યું ન હતું. ૨૬ માર્ચ ૨૦૨૦ના રોજ કાબુલના ગુરૂદ્વારામાં તાલિબાને ગોળીબાર કર્યાબાદ મોટાભાગના શીખો ભારત જવા રવાના થયા છે.HS