અફધાનિસ્તાનથી ૧૧ સપ્ટેમ્બર સુધી તમામ અમેરિકી સૈનિક પાછા ફરશે
વોશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને અફધાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાની એમક મેની સમયસીમાને વધારી ૧૧ સપ્ટેમ્બર કરવાનો નિર્ણય કર્યો છે. જે ૯/૧૧ હુમલાની ૨૦મી વરસી છે.અમેરિકી અધિકારીઓએ આ માહિતી આપી
બાઇડેન અનેક અઠવાડીયાથી તેને સંકેત આપી રહ્યાં હતાં કે તેઓ તે સમયસીમાને વધારી શકે છે જે ટ્રંપ પ્રશાસને તાલિબાનની સાથે વાતચીત કરી નક્કી હતી હતી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે અઢી હજાર સૈનિકોની વાપસી એક મે સુધી કરવું મુશ્કેલ હશે જાહેાત થતા પહેલા અમેરિકી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરત પર બાઇડેનના નિર્ણયની માહિતી આપી હતી.અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે અફધાનિસ્તાનમાં હાલ લગભગ ૨૫૦૦ અમેરિકી સૈનિક છે.
પહેલીવાર આ અહેવાલ ઘ વોશિંગ્ટન પોસ્ટના હવાલાથી આવ્યા હતાં આ દરમિયાન સંયુકત રાષ્ટ્રથી પ્રાપ્ત સમાચાર અનુસાર સંયુકત રાષ્ટ્ર તુર્કી અને કતર આ મહીને અફધાનિસ્તાન અને તાલિબાનના પ્રતિનિધિઓ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય તથા સમાવેશી સંમેલ આયોજીત કરવા જઇ રહ્યું છે. આ સંમેલનનો હેતુ ન્યાયપૂર્ણ અને રાજનીતિક સમજૂતિ માટે વર્તમાન અફગાન વાર્તામાં તેજી લાવવાનો છે. સંયુકત રાષ્ટ્રે કહ્યું હતું કે તુર્કીમાં ૨૪ એપ્રિલથી ચાર મેચ સુધી અફધાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર ઇસ્તાંબુલ સમેલન આયોજીત કરવામાં આવશે જેમાં અફધાનિસ્તાન અને તાલિહાનના પ્રતિનિધિ ભાગ લેશે. સંયુકત રાષ્ટ્રે કહ્યું હતું કે સમેલનના સહ આયોજક સંપ્રભુ સ્વતંત્ર અને એક અફધાનિસતાન માટે પ્રતિબધ્ધ છે.
દરમિયાન તાલિબાન આતંકીઓએ અમેરિકી અને નાટો કર્મચારીઓ પર ફરીથી હુમલો કરવાની ધમકી આપી છે. તાલિબાને ધમકી આપી છે કે જાે ૧ મેની સમય સીમા સુધી વિદેશી સૈનિક અફધાનિસ્તાનથી હટશે નહીં તો તે તેમની વિરૂધ્ધ ફરીથી હુમલા શરૂ કરશે તાલિબાને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે આ અફઘાનિસ્તાનના ભવિષ્યને લઇ કોઇ પણ સંમેલનમાં ભાગ લેવાનું જારી રાખશે નહીં જયાં સુધી તમામ વિદેશી સેના અહીંથી ચાલી જાય નહીં હવે જાેવાની વાત એ છે કે જયારે બાઇડેને સત્તાવાર રીતે સમય સીમા વધારી છે તો તાલિબાનનું શું વલણ રહે છે.