અફધાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ ૧૪ લોકોના મોત
કાબુલ, અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થતાં ટ્રાફિક પોલીસ કર્મચારી સહિત ૧૪ લોકોના મોત નિપજયા હતાં અને ૪૫ લોકોને ઇજા થઇ હતી આ ઘટના એવા સમયે આવી છે જયારે સરકારના વાટાઘાટકારો અને તાલિબાનના પ્રતિનિધિઓ દાયકાઓથી ચાલી રહેલા યુધ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરી રહ્યાં છે.
ગૃહ મંત્રાલયના પ્રવકતા તારિક એરીઅને કહ્યું કે બામિયાન પ્રાંતના શહેરમાં બોમ્બ વિસ્ફોટમાં ૪૫ લોકોને ઇજા થઇ છે. આ વિસ્ફાટોમાં અનેક દુકાનો અને વાહનોને પણ નુકસાન પહોંચ્યુ છે બામિયાન પ્રાંતના પોલીસ વડાના પ્રવકતા મોહમ્મદ રઝા યુસુફીએ જણાવ્યું હતું કે સતત બે વિસ્ફોટ થયા હતાં કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી ન
થી તાલિબાનના પ્રવકતા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે આ ઘટનામાં તેમનું જુથ સામેલ નથી.
ઇસ્લામિક સ્ટેટ સંલગ્ન સંગઠને દેશમાં લધુમતિ શિયા મુસ્લિમો સામે યુધ્ધની જાહેરાત કરી છે અને બામિયાન શિયા વસ્તીની બહુમતી છે આઇએસ સાથે જાેડાયેલા જુથે અફધાનિસ્તાનમાં તાજેતરના હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. તાજેતરમાં એક શૈક્ષણિક સંસ્થામાં થયેલા હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા હતાં તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ હતાં. યુએસએ આ વર્ષની શરૂઆતમાં આઇએસ સાથે જાેડાયેલા જુથને મહિલાઓની હોસ્પિટલમાં થયેલા હુમલા માટે દોષી ઠેરવ્યો હતો જેમાં ૨૪ માતાઓ અને તેમના બાળકોના મોત નિપજયા હતાં.HS