અફધાનિસ્તાનમાં શિયા મસ્જિદ પર ફરી હુમલો: ૩૨ના મોત
કાબુલ, અફઘાનિસ્તાનમાં કંધારની એક શિયા મસ્જિદમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયા છે. સ્થાનીક પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ૩૨ લોકોના મોત થયા છે અને ૪૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે વિસ્ફોટકોએ કંધારમાં એક મસ્જિદને નિશાન બનાવી હતી. આ સપ્તાહની શરૂઆતમાં દેશના ઉત્તરીય ભાગમાં પણ આવો જ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેમણે આ મામલાની વધુ વિગતો આપી ન હતી અને કહ્યું હતું કે હાલમાં બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. શુક્રવારે બપોરે નમાઝમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે.
આ ધમાકો જુમ્માની નમાજ દરમિયાન થયો છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝ પ્રમાણે કંધારના ઇમામ બરગાહ મસ્જિદમાં એક બાદ એક ત્રણ ધમાકા થયા છે. મહત્વનું છે કે ઇમામ બરગાદ મસ્જિદ કંધારની સૌથી મોટી મસ્જિદોમાં એક છે.
પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે ધમાકો જાેરદાર હતો અને હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. હજુ સુધી કોઈ ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી નથી.હાલમાં ૮ ઓક્ટોબરે એક શિયા મસ્જિદમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા હતા. આ ધમાકાને એક આત્મઘાતી હુમલાખોરો અંજામ આપ્યો હતો.HS