અફધાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા
નવીદિલ્હી, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.નેશનલ સેંટર ફોર સીસ્મોલોજી અનુસાર આ આંચકા સૌથી પહેલા સવારે ૫.૩૩ કલાકે અફધાનિસ્તાનના પાટનગર કાબુલથી લગભગ ૨૩૭ કિમી દુર ઉત્તર પૂર્વ દિશામાં અનુભવાયો હતો.
જયારે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદથી લગભગ ૪૦ કિમી દુર પશ્ચિમ દિશામાં સવારે ૫.૪૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીએ માહિતી આપી કે અફધાનિસ્તાનમાં આવેલ ભૂકંપની તીવ્રતા રિએકટર સ્કેલ પર ૪.૨ રહી જયારે પાકિસ્તાનમાં તીવ્રતા ૪.૩ રહી હતી.જાે કે આ ભૂકંપથી કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલો નથી.HS