અબડાસાના પિંગલેશ્વર દરિયા કિનારેથી ચરસના ૧૦ પેકેટ મળ્યા
ભુજ, કચ્છના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે.કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતી હોય છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે
ત્યારે હવે અબડાસાના પિંગલેશ્વરના દરિયા કિનારેથી ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા છે.ફરી એક વખત ચરસના પેકેટ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ તપાસનો ધમધમાટ જાેવા મળ્યો છે. જણાવી દઇએ કે મરીન કમાન્ડો પિંગ્લેશ્વરથી મોટી સિંધોડી કોસ્ટલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા
ત્યારે ૧૦ સિલ્વર રંગના પેકેટ જાેવા મળ્યા. જે પકેટોનો કુલ વજન આશરે ૧૦ કિલોગ્રામ હતું અને તેમાં માદક પદાર્થ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મરીન કમાન્ડો ફોર્સને સિલ્વર રંગનું પેકેટ જાેવા મળતા તેના પર અંગ્રેજીમાં સ્ટારબક્સ મીડીયમ રોસ્ટ, કોફી વિથ એસેન્ટિયલ વિટામિન લખેલું હતું.
તેમજ કપ – રકાબીની છાપ છાપેલી હતી. પેકેટના ખૂણામાં દરિયાઈ રેતી જામેલી જાેવા મળી હતી, એટલે દરિયાના મોજા સાથે તણાઈને કિનારે આવ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પેકેટ શંકાસ્પદ જણાતા કબ્જે લઇ આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જમા કરાવવામાં આવ્યા હતા.