અબ્દુલ-ભઈલુનો બર્થ ડે દમણના રિસોર્ટમાં ઉજવાયો
મુંબઈ: સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ હાલ દમણના એક રિસોર્ટમાં ચાલી રહ્યું છે. લગભગ બે મહિનાથી શોની ટીમ અહીં શૂટિંગ કરી રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને અગાઉ માત્ર થોડા જ કલાકારોને દમણ બોલાલીને શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જાેકે, હવે આખી ગોકુલધામ સોસાયટી દમણના રિસોર્ટમાં આવી ચૂકી છે. થોડા દિવસ પહેલા જ પત્રકાર પોપટલાલનો રોલ કરતાં એક્ટર શ્યામ પાઠકનો બર્થ ડે ધામધૂમથી રિસોર્ટમાં ઉજવાયો હતો.
ત્યારે હવે ‘અબ્દુલ’ અને ‘ભઈલુ’નો બર્થ ડે ઉજવવામાં આવ્યો છે. ૧૯ જૂનના રોજ અબ્દુલનો રોલ કરતાં એક્ટર શરદ સંકલા અને ભઈલુના રોલમાં જાેવા મળતા જતીન બજાજનો બર્થ ડે હતો. ત્યારે રિસોર્ટમાં જ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેનો વિડીયો અને તસવીરો હાલમાં જ સામે આવ્યા છે. જતીન બજાજે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બર્થ ડે સેલિબ્રેશનનો વિડીયો શેર કર્યો છે. જેમાં બે કેક જાેવા મળી રહી છે. જતીન અને શરદ બંને કેક કાપે છે અને એકબીજાને ખવડાવે છે. આ સેલિબ્રેશન દરમિયાન ડૉ. હાથી એટલે કે એક્ટર ર્નિમલ સોની પણ શોની બાકીની ટીમ સાથે જાેવા મળે છે.
વિડીયો શેર કરતાં જતીને લખ્યું, “૨૦૨૧નું બર્થ ડે સેલિબ્રેશન. આ સરપ્રાઈઝ માટે આભાર. ૧૮ જૂન રાત્રે ૧૨ વાગ્યે સેલિબ્રેશન કર્યું હતું. આ ઉપરાંત જતીને બે તસવીરો શેર કરી છે જેમાં ગોલી એટલે કે એક્ટર કુશ શાહ અને શોના બાકીના ક્રૂ મેમ્બર્સ જાેવા મળી રહ્યા છે. જતીને તસવીરો શેર કરતાં લખ્યું, “ક્રૂ મેમ્બર્સ સાથે. આ સરપ્રાઈઝ માટે સૌનો આભાર.
જતીન બજાજે વધુ કેટલીક તસવીર શેર કરી છે જેમાં બંને બર્થ ડે બોય્ઝ પોઝ આપી રહ્યા છે. જતીને તસવીર શેર કરતાં લખ્યું, “બર્થ ડે સેલિબ્રેશન. બર્થ ડે સેલિબ્રેશન’ કેપ્શન સાથે જતીને બીજી એક તસવીર શેર કરી છે જેમાં આત્મારામ ભીડે એટલે કે એક્ટર મંદાર ચાંદવાડકર શરદ અને જતીનને કેક ખવડાવતો જાેવા મળે છે. શરદ સંકલાના બર્થ ડે પર સીરિયલમાં ભારતીનો રોલ કરતી એક્ટ્રેસ કાજલ આહુજાએ પણ તસવીર શેર કરીને લખ્યું હતું, “ચાર્લીજી બર્થ ડેની અઢળક શુભકામના.