અભિનવ તેમજ રુબિના શહેનાઝની માતાને મળ્યા
મુંબઈ, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું એકાએક નિધન થઈ જવાને કારણે તેના ફેન્સ હજી સુધી શૉકમાં છે. સિદ્ધાર્થના પરિવારના લોકો અને મિત્રો માટે આ સમાચાર અવિશ્વસનીય છે. સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકને કારણે નિધન થયુ હતું. સિદ્ધાર્થના પરિવાર પર તો જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે, પરંતુ સિદ્ધાર્થની ખાસ મિત્ર શહેનાઝ ગિલની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. સિદ્ધાર્થના મૃત્યુની ખબર સાંભળીને શહેનાઝ પણ હોશ ગુમાવી બેઠી હતી. શહેનાઝની સ્થિતિ જાેઈને સિડનાઝના ફેન્સ અને મિત્રો પણ ભાવુક થઈ ગયા હતા.
સિડનાઝના ફેન્સ સતત શહેનાઝને હિંમત મળે તેવી પ્રાર્થના કરતા હતા. સોશિયલ મીડિયા પર પણ તેઓ શહેનાઝની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરતા રહે છે. તાજેતરમાં અભિનેતા અભિનવ શુક્લા અને તેની પત્ની રુબીના દિલૈક શહેનાઝ ગિલના માતાને મળ્યા હતા. સ્પોટબોય પોર્ટલ સાથેની વાતચીતમાં અભિનવ શુક્લાએ જણાવ્યું કે હવે શહેનાઝ ગિલની સ્થિતિ કેવી છે. તેણે જણાવ્યું કે, શહેનાઝ આ દુખનો સ્વીકાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. તે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહી છે.
અભિનવે જણાવ્યું કે, હું અને રુબીના તાજેતરમાં જ શહેનાઝના માતાને મળ્યા હતા. શહેનાઝ દુખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે તે શહેનાઝ અને સિદ્ધાર્થ શુક્લાના પરિવારના આ દુખને ઘટાડી દે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા અને અભિનવ શુક્લાએ એક સાથે પોતાના કરિયરની શરુઆત કરી હતી. તેમણે ૨૦૦૪માં ગ્લેડરેગ્સ મેનહંટથી શરુઆત કરી હતી. સિદ્ધાર્થ અને અભિનવ બન્ને બાઈકના શોખીન છે અને ઘમાં પેશનેટ છે, આ જ પેશનને કારણે તેમની મિત્રતા મજબૂત બની હતી. અભિનવ શુક્લા અને સિદ્ધાર્થ શુક્લાએ ટીવી શૉ બાબુલ કા આંગન છૂટે નાથી એકસાથે એક્ટિંગ કરિયરની પણ શરુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ હાર્ટ અટેક આવવાને કારણે સિદ્ધાર્થનું અવસાન થયુ હતું.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃત્યુ સમયે શહેનાઝ સિદ્ધાર્થની સાથે જ હતી. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે શહેનાઝની જે તસવીરો સામે આવી તે ઘણી દયનીય હતી. શહેનાઝ સાથે મુલાકાત કર્યા પછી રાહુલ મહાજને જણાવ્યું કે, શહેનાઝ એકદમ પીળી પડી ગઈ છે અને કોઈની સાથે વાત નથી કરી રહી. તેને જાેઈને લાગી રહ્યું છે કે જાણે કોઈ તોફાન આવ્યું હોય અને પોતાની સાથે શહેનાઝનું સર્વસ્વ વહાવી ગયું હોય. અત્યારે પણ ફેન્સ શહેનાઝની સ્થિતિ માટે ચિંતિત છે અને સતત પ્રાર્થના કરી રહ્યા છે.SSS