અભિનેતા અક્ષય કુમારે ફિલ્મો માટે ૧૩૫ કરોડ ફી નક્કી કરી
મુંબઈ: અક્ષય કુમાર બોલિવુડના સૌથી ફિટ અને વ્યસ્ત એક્ટર્સ પૈકીનો એક છે. અક્ષય કુમાર વર્ષમાં એકસાથે અલગ અલગ ફિલ્મોમાં કામ કરે છે. તેના માટે ફી પણ તગડી વસૂલે છે. હવે મળતી માહિતી પ્રમાણે, અક્ષય કુમારે પોતાની ફીમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારે આગામી ફિલ્મો માટે પોતાની ફી વધારી દીધી છે.
અગાઉ અક્ષય ફિલ્મ માટે ૧૧૭ કરોડ રૂપિયા ફી લેતો હતો જે વધારીને હવે ૧૩૫ કરોડ રૂપિયા કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મોનું પ્રોડક્શન બજેટ ૩૫થી ૪૫ કરોડની રેન્જમાં છે.
તેમાં પ્રિન્ટ અને પબ્લિસિટીના ૧૫ કરોડ બીજા ઉમેરી દો કુલ બજેટ ૫૦થી ૬૦ કરોડ સુધી પહોંચે છે. ફિલ્મના બજેટમાં અક્ષય કુમારની એક્ટિંગ ફીને પણ ગણીએ તો કુલ બજેટનો આંકડો ૧૮૫થી ૧૯૫ કરોડ પર પહોંચે છે.
ફિલ્મની કમાણીની વાત કરીએ તો તેની ફિલ્મો અંદાજિત ૮૦-૯૦ કરોડ રૂપિયા સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ વેચીને કમાય છે. ૧૦ કરોડ મ્યૂઝિક રાઈટના ઉમેરી દઈએ. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય ત્યારે કમાણી ૯૫-૧૦૦ કરોડની આસપાસ થાય છે. મતલબ કે, ભારતમાં જ અક્ષયની ફિલ્મોની કમાણી ૨૧૦-૨૨૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.
આ આંકડાનું લક્ષ્ય સિદ્ધ કરવું અક્ષય માટે મુશ્કેલ નથી. તેના સ્ટારડમ અને દર્શકોમાં તેના પ્રત્યે જે વિશ્વાસ છે તેને જાેતાં આ આંકડા સુધી પહોંચવું મુશ્કેલ નથી લાગતું. ૨૦૨૧માં આ લક્ષ્ય સુધી પહોંચવું અક્ષય કુમાર જેવા સ્ટાર માટે સરળ હશે. જાે કે, અક્ષય કુમાર આગામી ફિલ્મ બચ્ચન પાંડે માટે ફી ઓછી કરવા તૈયાર છે.
જેથી તેના મિત્ર સાજિદ નડિયાદવાલા આ મુશ્કેલ સમયમાં પણ ભવ્ય અને હાઈ બજેટની ફિલ્મ બનાવી શકે. આગામી સમયમાં અક્ષય કુમારની ઘણી ફિલ્મો આવવાની છે. સૂર્યવંશી, પૃથ્વીરાજ ચૌહાણ, બેલ બોટમ, અતરંગી રે, બચ્ચન પાંડે, મિશન લાયન, રામ સેતુ અને રક્ષાબંધન જેવી ફિલ્મો ૨૦૨૧માં આવશે.
ત્યારે લાગ્યું રહ્યું છે ૨૦૨૧નું વર્ષ અક્ષય કુમારના નામે રહેશે. કોરોના કાળમાં પણ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. જાે કે, ફિલ્મને દર્શકોએ ખાસ વખાણી નહોતી.