અભિનેતા અક્ષય કુમાર મહિને ૪ કરોડથી વધુ કમાણી
મુંબઈ: બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી બધી ફિલ્મો કરે છે એ તો બધા જાણતા હશે. પરંતુ અક્ષયની નેટવર્થ કેટલી છે તે અંગે કદાચ બધાને ખબર નહીં હોય. ઉલ્લેખનીય છે કે અક્ષય એવા અભિનેતા છે, જેણે ખૂબ જ મહેનત અને સ્ટ્રગલ કરી પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. એક વેબસાઇટના અહેવાલ મુજબ બોલિવુડના હિટ મશીન અક્ષય કુમાર હાલ ૨૦૦૦ કરોડની નેટવર્થ ધરાવે છે. અક્ષયની મહિનાની સેલરી ૪ કરોડથી વધુ છે,
જ્યારે વર્ષે ૪૦-૫૦ કરોડ પ્લસ. અક્ષયની મોટાભાગની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા થતી હોય છે. એક એન્ડોર્સમેન્ટ માટે અક્ષય ૬ કરોડ ચાર્જ કરે છે. ઉપરાંત તે ફિલ્મના નફામાં પણ તગડો હિસ્સો રાખે છે. વર્ષમાં તેની ૪-૫ ફિલ્મો રિલીઝ થાય છે. જુહૂના મુંબઈના પ્રાઇમ બીચ પર અક્ષયનું લક્ઝરી ઘર છે. તેના પહેલા માળેથી અરેબિયન સી દેખાય છે. ઉપરાંત તેની દેશ અને વિદેશમાં ઘણી બધી પ્રોપર્ટી છે. રિપોર્ટ મુજબ અક્ષય કુમાર પાસે ૧૧ લક્ઝરી વાહન છે.
તેની પાસે મર્સિડીઝ બેંઝ, બેંટલી, હોંડા સીઆરવી અને પોર્શ બ્રાન્ડના વ્હિકલ છે. અક્ષયને બાઇકનો પણ શોખ છે અને આ જ કારણે તેની પાસે ઘણી બાઇક્સ પણ છે. અક્ષયની પ્રોફેશનલની લાઇફ અંગે વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ લક્ષ્મી રિલીઝ થઈ હતી, જે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. હાલ અક્ષયની બીજી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, પરંતુ લોકડાઉનના કારણે તમામ ફિલ્મો મોડેથી રિલીઝ થશે. તેની ફિલ્મ સૂર્યવંશ, બોલ બોટમ, પૃથ્વી રાજ, અતરંગ રે, બચ્ચન પાંડે અને રામ સેતુ રિલીઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ ફિલ્મો અલગ ઝોનરની છે.