અભિનેતા અનસ રશિદે દીકરીનો જન્મ દિવસ ઉજવ્યો
દીયા ઔર બાતી હમ’ ફેમ અનસ રશિદ પાસે સેલિબ્રેશન કરવા માટે એક કરતાં વધુ કારણ છે. એક તો, તે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ફરીથી દીકરાનો પિતા બન્યો અને હવે તેની દીકરી આયત બે વર્ષની થઈ છે. એક્ટરે દીકરીના બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે.
પરિવારના સભ્યો અને ટેબલ પર પડેલી ૩-૪ કેક તેમજ વસ્તુઓથી ઘેરાયેલી આયત વ્હાઈટ કલરના ગ્લિટરી ડ્રેસમાં ઢીંગલી લાગી રહી છે.
વીડિયોમાં તે તેના પપ્પા પાસે ઉભેલી જાેવા મળી રહી છે. આયતના બર્થ ડેને ખાસ બનાવવા માટે આખો રુમ પિંક અને વ્હાઈટ કલરના ફુગ્ગાથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. આ સિવાય અનસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આયતની સોલો તસવીર શેર કરી છે. જેમાં તેણે ડ્રેસ સાથેની મેચિંગની હેર રિંગ લગાવી છે. જેમાં તે ક્યૂટ લાગી રહી છે. આયત બે વર્ષની થઈ ગઈ છે, ત્યારે ૧૭મી ડિસેમ્બરે અનસે તેના ઘરે દીકરા ખાબિબનો જન્મ થયો હોવાના ન્યૂઝ આપ્યા હતા.
તેનો જન્મ ૧૪મી ડિસેમ્બરે થયો હતો. એક્ટરે દીકરાની ઓળખ કરાવતા વીડિયોમાં લખ્યું હતું કે, સોરી, મિત્રો મારે કોઈ ઓળખાણની જરૂર નથી. તમે તે ધારી શકો છો કે, ‘હું ભવિષ્ય છું’ ઈંશાઅલ્લાહ. અગાઉ, વાતચીત કરતાં અનસે કહ્યું હતું કે, અમારા પરિવારમાં દીકરાનો જન્મ થયો તે વાતથી અમે ખુશ છીએ.
મારી ડેડી ડ્યૂટી આટલી જલ્દી ખતમ નથી થવાની. અમારી દીકરી આયતના જન્મ બાદ હું ફુલ ટાઈમ ડેડી ડ્યૂટી પર હતો. હવે ખબીબ સાથે મારી ડ્યૂટી ચાલુ રહેશે.
આયતના જન્મ બાદ હું વ્યસ્ત થઈ ગયો હતો અને ખબીબ વધારે વ્યસ્ત રાખશે. છેલ્લા કેટલાક વર્ષોથી, પારિવારિક જવાબદારી પ્રાથમિકતા બની ગઈ છે. જ્યારથી પરિવાર આગળ વધાર્યો છે ત્યારથી મારો સમય તેમને આપું તે જરૂરી છે. જણાવી દઈએ કે, અનસ રશિદ છેલ્લે સીરિયલ તું સાંજ મેં પિયાજીમાં જાેવા મળ્યો હતો. આ સીરિયલ ‘દીયા ઔર બાતી હમ’ની સ્પીન-ઓફ હતી. ‘દીયા ઔર બાતી હમ’માં શાનદાર પર્ફોર્મન્સ બદલ અનસને ઘણાં અવોર્ડ પણ મળ્યા છે. આ સીરિયલમાં અનસ સાથે એક્ટ્રેસ દીપિકા સિંહે લીડ રોલ કર્યો હતો. અનસ રશિદ ‘દીયા ઔર બાતી હમ’ ઉપરાંત ‘કહીં તો હોગા’ અને ‘ક્યા હોગા નિમ્મોં કા’ જેવી સીરિયલોમાં પણ જાેવા મળ્યો છે.