અભિનેતા અનિલ કપૂરે એક થ્રોબેક તસવીર શેર કરી છે
મુંબઈ, અનિલ કપૂરે થોડા કલાકો પહેલા એક જૂની તસવીર શેર કરી હતી. આ થ્રોબેક તસવીરમાં અનિલની પત્ની સુનીતા કપૂર, નીતુ અને તેની સાસુ કૃષ્ણા રાજ કપૂર સાથે જાેઈ શકાય છે. આ તસવીર જાેઈને નીતુ કપૂર નોસ્ટાલ્જિક અનુભવી રહી છે, જ્યારે કરીના કપૂર ખાને આ તસવીર જાેઈને કપૂર પરિવારને ફૂડી ગણાવ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
અનિલ કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં રિયા કપૂર, કરીના અને નીત કપૂરે આ તસવીર પ્રત્યે પોતાની લાગણી શેર કરી છે. અનિલ કપૂરે શેર કરેલી તસવીર કોઈ સેલિબ્રેશન દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે.
આ તસવીરમાં કૃષ્ણા રાજ કપૂર સૌથી આગળ છે. તેમના હાથમાં એક પ્લેટ છે, જેમાં તે ઢોકળા લેતી જાેવા મળે છે. તેની થાળીમાં કેટલીક ખાદ્ય સામગ્રી પહેલેથી જ રાખવામાં આવી છે. જ્યારે નીતુ કપૂર તેની પાછળ છે. નીતુની પાછળ સુનીતા કપૂર ઊભી છે.
આ તસવીરો શેર કરતાં અનિલ કપૂરે લખ્યું, “શ્રીમતી કૃષ્ણા રાજ કપૂર, શ્રીમતી નીતુ ઋષિ કપૂર અને મારી પત્ની સુનીતા.” તેણે હસતા ઇમોજી સાથે થ્રોબેક યાદો લખી છે. તેની પોસ્ટ પર, રિયા કપૂરે ફાયર ઇમોજી સાથે ટિપ્પણીમાં લખ્યું, “માનો ચહેરો કમાલ છે.”
નીતુ કપૂરે હાર્ટ ઇમોજી પોસ્ટ કરવા સાથે લખ્યું, “આ ખૂબ જ નોસ્ટાલ્જિક છે. અનિલ કપૂરની આ પોસ્ટ પર કરીના કપૂર ખાને પણ પ્રતિક્રિયા આપી છે. તેણે અનેક હાર્ટ ઇમોજીસ સાથે કોમેન્ટ લખી, “શા માટે કપૂર્સ હંમેશા ભોજનની આસપાસ રહે છે…ત્યારે અને હવે… સરસ.” કરીનાની આ ટિપ્પણીનો અનિલે જવાબ આપ્યો. તેણે લખ્યું, “કપૂરોને તેમનું ખાવાનું ખૂબ પસંદ છે.” તેણે તેના જવાબમાં હાસ્ય અને હાર્ટ ઇમોજી ઉમેર્યું છે.SSS