Western Times News

Gujarati News

અભિનેતા અનિલ કપૂરે કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધો

મુંબઈ: કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી લઈ રહ્યા છે. આ દરમિયાન ૨૦ એપ્રિલે બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરે પણ રસીનો બીજાે ડોઝ લીધો. રસી લેતા સમયનો ફોટો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જેના પર તેમને ઘણી રસપ્રદ કોમેન્ટ મળી રહી છે. ફેન્સ સિવાય તેમના પુત્રએ એક પણ એક ફની કોમેન્ટ કરી છે. સરકારની સૂચના મુજબ હાલમાં ૪૫થી વધુ ઉંમરના લોકો કોરોના રસી લઈ શકે છે. ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ રસી મેળવી શકશે.

હર્ષવર્ધન કપૂરે અનિલ કપૂર સાથે તેમની ઉંમર અને રસી વિશે મજાક કરી હતી. હર્ષવર્ધન તેના પિતાની ઉંમર પર મજાક કરી જેને લોકો હજી પણ યુવાન માને છે. તમને જણાવી દઇએ કે આજે પણ ૬૪ વર્ષિય અનિલ કપૂર તેની ઉંમરના ઘણા સ્ટાર્સ-લોકો કરતા ઘણો નાનો દેખાઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરતાં હર્ષવર્ધને લખ્યું તમને રસી કેવી રીતે મળી? ૪૫ વર્ષથી ઓછી વયના લોકોએ મે મહિનાથી રસી મળવા જઈ રહી છે. હર્ષવર્ધનની આ ટિપ્પણી પર એક યુઝરે લખ્યું – એવું લાગી રહ્યું હતું કે આવી કોમેન્ટ અનિલ કપૂર માટે આવશે,

પરંતુ તેમને ખબર નહોતી કે આ કોમેન્ટ તેમના પુત્ર તરફથી આવશે. અનિલ કપૂરની રસી અંગે ઘણા બોલિવૂડ લોકોએ પણ કોમેન્ટ કરી હતી. રોહિત બોઝે લખ્યું અનિલ ૧૮ લોકોએ ૧ મેથી રસી લેવાની હતી, તમને આ લોકોએ પહેલા કેવી રીતે આપી.તે જ સમયે રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ લખ્યું – તમે હજી પણ ૧૮ની અંદર જુઓ છો. અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરે પણ કોમેન્ટ કરી હતી. ઇશાન ખટ્ટરે પોસ્ટમાં લખ્યું- સલામત રહો સર. તે જ સમયે રાકેશ રોશને લખ્યું – બચાવ એ જ એક ઉપાય છે.

આ બધાની વચ્ચે અભિનેતાએ તેની ઉંમર વિશેની મજાકનો જવાબ પણ આપ્યો. તેમણે એક પોસ્ટમાં કહ્યું- જાે મારી પાસે આધારકાર્ડ પર જન્મ તારીખ ન હોત, તો સંભવ છે કે તેમણે મને ૧ મે પછી આવવાનું કહ્યું હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.