અભિનેતા અમિત મિસ્ત્રીએ ફાની દુનિયાને અલવિદા કહ્યું
મુંબઇ: કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેવામાં વધુ એક ટેલેન્ટેડ અભિનેતાએ આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. અમે વાત કરી રહ્યાં છીએ અમિત મિસ્ત્રીની. અમિત મિસ્ત્રીને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે.
અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.