Western Times News

Gujarati News

અભિનેતા અર્જુન કપૂરે તૈમૂર માટે ગિફ્ટ્‌સ મોકલી

મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર પોપ્યુલર સ્ટારકિડ્‌સ પૈકીનો એક છે. સોશિયલ મીડિયા પર તૈમૂરનું ફેન ફોલોઈંગ ખૂબ વધારે છે. તો બોલિવુડ સેલેબ્સ પણ ઘણીવાર તૈમૂર પર વહાલ વરસાવતા અને તેની ક્યૂટનેસ પર ફિદા થતાં જાેવા મળ્યા છે. હવે આ લિસ્ટમાં એક્ટર અર્જુન કપૂરનું નામ ઉમેરાયું છે.

પાણીપત ફિલ્મના એક્ટર અર્જુન કપૂરે દિવાળી દરમિયાન તૈમૂર સાથે ખાસ્સો સમય વિતાવ્યો હતો. અર્જુન કપૂર સૈફ અલી ખાન સાથે ધર્મશાલામાં ભૂત પોલીસનું શૂટિંગ કરી રહ્યો હતો

ત્યારે કરીના અને સૈફ પણ ત્યાં પહોંચ્યા હતા. તેઓ લગભગ એકાદ મહિના જેટલો સમય ત્યાં રોકાયા હતા. ત્યારે હવે ‘અર્જુન અંકલે’ તૈમૂર માટે ગિફ્ટ્‌સ મોકલી છે. કરીના કપૂર ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અર્જુને મોકલેલી ગિફ્ટ્‌સની તસવીરો શેર કરીને તેનો આભાર માન્યો હતો.

અર્જુન કપૂરે મોકલેલી ચોકલેટ્‌સ, બલૂન્સ અને અન્ય ગિફ્ટ્‌સની તસવીરો શેર કરતાં કરીનાએ લખ્યું, ટિમને વિવિધ પસંદગીઓ આપીને બગાડી રહ્યો છે અને અમને પણ થેન્ક્યૂ અર્જુન કપૂર આ ગુડીઝ માટે.

ઉલ્લેખનીય છે કે, તૈમૂર અને કરીના ધર્મશાલામાં હતા ત્યારે અર્જુન કપૂરે તેમની ઘણી તસવીરો ક્લિક કરી હતી. કરીનાએ થોડા દિવસ પહેલા તૈમૂર ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતી તસવીર શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ધર્મશાલામાં કરીના અને તૈમૂર ઉપરાંત એક્ટ્રેસની બીએફએફ અને અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા પણ પહોંચી હતી. મલાઈકાએ ધર્મશાલામાં બેસ્ટફ્રેન્ડ કરીના અને બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે સુખદ સમય વિતાવ્યો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો, અર્જુન કપૂર ‘ભૂત પોલીસ’માં જાેવા મળશે. ફિલ્મમાં અર્જુન અને સૈફ ઉપરાંત યામી ગૌતમ અને જેક્લીન ફનાર્ન્ડિઝ પણ મહત્વના રોલમાં છે. કરીના કપૂરની વાત કરીએ તો હાલ તો એક્ટ્રેસ બીજી પ્રેગ્નેન્સીના સમયને માણી રહી છે.

જાે કે, પ્રેગ્નેન્સી દરમિયાન પણ તેણે આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ઉપરાંત એક્ટ્રેસે પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

કરીના અવારનવાર પોતાના ઘરની બહાર કે સેટ પર બેબી બંપ ફ્લોન્ટ કરતી જાેવા મળે છે. કરીનાની મેટરનિટી સ્ટાઈલ ખૂબ વખણાઈ રહી છે. જણાવી દઈએ કે, કરીના અને સૈફના બીજા સંતાનનો જન્મ ૨૦૨૧માં થવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.