અભિનેતા અલ્લુ અર્જુનને બિરયાની ખૂબ જ પસંદ છે
મુંબઈ, સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૧માં રિલીઝ થઈ હતી અને હજી સુધી તેનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મ બાદ અલ્લુ અર્જુનની પોપ્યુલારિટીમાં ભારે ઉછાળો આવ્યો છે.
લોકો અલ્લુ અર્જુનના પરિવાર, પત્ની અને તેની સાથે જાેડાયેલી નાનામાં નાની વાત જાણવા માટે ઉત્સુક છે. ત્યારે શું તમે જાણો છો કે અલ્લુ અર્જુનનું સૌથી પ્રિય ભોજન કયું છે? જ્યારે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અલ્લુ અર્જુનની પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડીને પૂછવામાં આવ્યું હતું કે અલ્લુ અર્જુનનું પ્રિય ફૂડ કયું છે ત્યારે તેણે કહ્યું હતું કે અલ્લુ અર્જુનનું ભાવતું ભોજન બિરયાની છે.
મતલબ કે અલ્લુ અર્જુનને બિરયાની ખૂબ જ પસંદ છે. અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીની લવસ્ટોરીમાં પ્રેમ, ડ્રામા અને ઈમોશન્સ બધું છે. કપલની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. વર્ષો પહેલાની વાત છે જ્યારે અલ્લુ અર્જુન યુએસમાં પોતાના એક મિત્રના લગ્નમાં ગયો હતો.
સ્નેહા પણ આ લગ્નમાં હાજર હતી. અર્જુનના ફ્રેન્ડે જ તેની મુલાકાત સ્નેહા સાથે કરાવી હતી. પછી શું? પહેલી નજરે જ અલ્લુ અર્જુને પોતાનું દિલ સ્નેહાને આપી દીધું હતું. અલ્લુ અર્જુન માટે આ પહેલી નજરનો પ્રેમ હતો. જાેકે, એ દિવસે લગ્નમાં મુલાકાત બાદ તેમની વચ્ચે ખાસ વાતચીત નહોતી થઈ.
પરંતુ અલ્લુ અર્જુન સ્નેહાના વિચારોને પોતાના મનમાંથી કાઢી નહોતો શકતો. ત્યારે સાઉથ સ્ટારના ફ્રેન્ડે તેને સ્નેહાને મેસેજ કરવાનું કહ્યું હતું. અલ્લુ અર્જુનના આશ્ચર્યની વચ્ચે સ્નેહાએ મેસેજનો જવાબ આપ્યો હતો. ત્યારપછી બંનેએ ફોન પર વાતો શરૂ કરી હતી અને થોડા સમય બાદ ફરીથી મળ્યા હતા. આ મુલાકાત સારી રહેતા તેઓ ઘણીવાર ડેટ પર ગયા અને એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા.
ધીમે-ધીમે સ્નેહા અને અલ્લુ અર્જુન વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો અને તેમણે લગ્ન કરવાનો ર્નિણય લીધો. શરૂઆતમાં તેમણે પોતાનો સંબંધ દુનિયાથી છુપાવીને રાખ્યો હતો. થોડા વર્ષોની ડેટિંગ બાદ અલ્લુ અર્જુનના પિતાને તેમના સંબંધની ગંધ આવી ગઈ હતી.
પ્રશ્ન થતાં અલ્લુ અર્જુને સ્નેહાને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું અને લગ્નની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. સ્નેહા બિઝનેસમેન કેસી રેડ્ડી અને કવિતા રેડ્ડીની દીકરી છે. શરૂઆતમાં આ સંબંધમાં અલ્લુ અર્જુન અને સ્નેહાનો પરિવાર તૈયાર નહોતો. પરંતુ એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતાં સ્નેહા અને અલ્લુ અર્જુન ટસના મસ ના થયા. છેવટે બંનેના પરિવારો ઝૂક્યા અને તેમના લગ્ન માટે હા પાડી દીધી.SSS