અભિનેતા આમિર ખાન કોરોના પોઝિટિવ થયા
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારા પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે અભિનેતા આમિર ખાન કોરોના પોઝિટિવ થયા છે. કોરોના પોઝિટિવ થયા બાદ આમિર ખાન હોમ ક્વોરન્ટીન થયા છે.
આમિરના સ્પોક્સપર્સને જણાવ્યું કે મિસ્ટર આમિર ખાન કોવિડ ૧૯ પોઝિટિવ થયા છે. તેઓ ઘરમાં જ સેલ્ફ ક્વોરન્ટિન છે અને તમામ પોટોકોલ્સનું પાલન કરી રહ્યા છે. તેઓ ઠીક છે. જે પણ તાજેતરમાં તેમના સંપર્કમાં આવ્યા હતાં
તેઓએ પણ સુરક્ષા કારણોસર પોતાનો ટેસ્ટ કરાવી લેવો જાેઈએ અને તમામ રૂલ્સ ફોલો કરવા જાેઈએ.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. અભિનેતા અને ફિલ્મ મેકર સતિષ કૌશિક પણ કોરોના પોઝિટિવ થયા છે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.મુંબઇમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેનો પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે અને તેમની માતા પણ કોરોના પોઝીટીવ થયા છે આ ઉપરાંત અનેક મંત્રીઓ અને નેતાઓ પણ કોરોના પોઝીટીવ થયા હોવાના અહેવાલો છે.