Western Times News

Gujarati News

અભિનેતા આમિર ખાન નહીં કરે મોબાઈલનો ઉપયોગ

મુંબઈ: બોલિવુડ એક્ટર આમિર ખાન ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ તરીકે એમ જ જાણીતો નથી. આમિર જે પણ કંઈ કરે છે તેમાં પોતાનું ૧૦૦ ટકા આપે છે. ત્યારે હવે કામ અને પરિવાર પર ધ્યાન આપવા માટે આમિર ખાને મોબાઈલથી દૂરી બનાવી લીધી છે. હાલ આમિર ખાન મોબાઈલ ડિટોક્સ પર છે.

આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેણે લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગમાંથી બ્રેક લીધો છે. જેથી તે ફ્રેન્ડ અમીન હાજીની દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ ફિલ્મ કોઈ જાને નાના કેમિયો રોલનું જયપુરમાં શૂટિંગ કરી શકે. હવે પ્રાપ્ત માહિતી મુજબ આમિર મુંબઈમાં પાછો આવી ગયો છે અને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર કામ શરૂ કર્યું છે. આમિર આ ફિલ્મનું બાકીનું શૂટિંગ પૂરું કરશે અને પછી ડાયરેક્ટર અદ્વેત ચંદન સાથે મળીને પોસ્ટ પ્રોડક્શનનું કામ કરશે.

આ ફિલ્મ ૨૦૨૧ની ક્રિસમસ પર રિલીઝ થશે. આ કામ કરવા માટે જ આમિર ખાને સોમવારથી પોતાનો મોબાઈલ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. જેથી કામના સમયે તે ડિસ્ટર્બ ના થાય અને કામ ન કરતો હોય ત્યારે પરિવાર સાથે સમય વિતાવી શકે. રિપોર્ટ પ્રમાણે, સૂત્રએ જણાવ્યું, “આમિર ખાનને લાગી છે કે તેને મોબાઈલની લત લાગી છે. જેના કારણે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર અસર પડી રહી છે. માટે જ તેણે જૂના સમયની જેમ મોબાઈલ વિના જીવવાનો ર્નિણય કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે, આમિર ખાને પોતાના લાગતાવળગતા લોકોને જણાવી દીધું છે કે, કોઈ ઈમર્જન્સી હોય અથવા કામ લગતી કોઈ ચર્ચા કરવી હોય તો તેના મેનેજરને સંપર્ક કરે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થશે ત્યાં સુધી આમિર ખાનના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ તેની ટીમ સંભાળશે. જણાવી દઈએ કે, લાલ સિંહ ચઢ્ઢા હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે લીડ રોલમાં કરીના કપૂર ખાન છે.

હાલ કરીનાને પ્રેગ્નેન્સીનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. જાે કે, તેણે શરૂઆતના મહિનાઓમાં જ આ ફિલ્મનું પોતાના ભાગનું શૂટિંગ આટોપી લીધું હતું. આમિર-કરીનાની આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડ્ઢડ્ઢન્ત્નના રાજ તરીકે અને સલમાન ખાન મેંને પ્યાર કિયાના પ્રેમ તરીકે કેમિયો કરશે તેવી ચર્ચા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.