અભિનેતા આયુષ્માને ભાઈ અપારશક્તિને બર્થ ડે વિશ કર્યું
મુંબઈ: આયુષ્માન ખુરાનાનો ભાઈ અને એક્ટર અપારશક્તિ ખુરાનાએ ૧૮મી નવેમ્બરે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસ પર મોટાભાઈ આયુષ્માને ખાસ અંદાજમાં તેને વિશ કર્યું હતું. એક્ટરે બંનેની કેટલીક તસવીરો શેર કરી હતી અને બાળપણ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો. આયુષ્માને તસવીરોની સાથે લખ્યું હતું કે, ‘જ્યારે તારો જન્મ થયો ત્યારે હું લગભગ ૩ વર્ષનો હતો. મને તે દિવસ હજુ યાદ છે. મારા વાળ લાંબા હતા અને પપ્પાએ ટાઈટ પોની કરી દીધી હતી. જેના કારણે હું રડવા માગતો હતો.
મેં તેમની સામે મજબૂત હોવાનો ડોળ કર્યો અને વિચાર્યું કે જ્યારે મમ્મી આવશે ત્યારે રડીશ. મમ્મી હોસ્પિટલમાં હતી પરંતુ જ્યારે મેં તને પહેલીવાર જોયો તો હું મારા બધા દુઃખ ભૂલી ગયો. તું સુંદર હતો અને તું એક સારા વ્યક્તિ તરીકે મોટો થયો. મેં આ સ્ટોરી તારી સાથે ક્યારેય શેર કરી નથી. હેપી બર્થ ડે અપરી. લવ યુ’. અપારશક્તિએ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘તમે આવી સ્ટોરી સંભાળાવીને હંમેશા મને ભાવુક કરી દો છો. લવ યુ’. તો આયુષ્માનની પત્નીએ કોમેન્ટ કરતાં, લખ્યું છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અપારશક્તિએ સ્ત્રી, કનપુરિયા, રાજમા ચાવલ, હેપી ફિર ભાગ જાયેગી, પતિ પત્ની ઔર વો જેવી ફિલ્મોમાં સપોર્ટિવ રોલ કરીને પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. આયુષ્માનના પરિવારે દર વર્ષની જેમ આ વખતે પણ સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી ફોટો શેર કર્યો હતો.
જેમાં ઘરની દરેક વ્યક્તિ ઓફ વ્હાઈટ આઉટફિટમાં મેચિંગ માસ્ક સાથે જોવા મળી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘અમે સ્માઈલ આપી રહ્યા છે. ઓકે. અમારા તરફથી હેપી દિવાળી. ખુરાના પરિવાર, સુરક્ષિત પરિવાર’. એક્ટરે આ સિવાય અન્ય એક તસવીર પણ શેર કરી હતી. જેમાં તેના પરિવારના દરેક સભ્યોએ સનગ્લાસ પહેર્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને તેઓ એકબીજાથી દૂર ઉભા રહીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં પોઝ આપી રહ્યા હતા. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે ખુરાના પરિવાર તમને દિવાળીની શુભેચ્છા પાઠવે છે.