Western Times News

Gujarati News

અભિનેતા આશુતોષ રાણા કોરોના પોઝિટિવ આવ્યા

મુંબઈ: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ગયા વર્ષની પ્રથમ લહેર કરતા વધારે ખતરનાક અને ઘાતક સાબિત થઈ રહી છે. બોલિવૂડના અનેક સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થયા હતા, જેમાંથી ઘણાં રિકવર થઈ ગયા છે અને ઘણાં હજી પણ ક્વોરન્ટાઈન છે. કોરોનાથી સંક્રમિત સેલેબ્સની યાદીમાં એક નામ આશુતોષ રાણાનું પણ જાેડાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આશુતોષ અને તેમના પત્ની રેણુકા શહાણેએ ગત સપ્તાહમાં જ કોરોનાની રસી લીધી હતી. આશુતોષ રાણાએ જણાવ્યું કે, તેમણે ગયા અઠવાડિયે ૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેમ છતા તેઓ કોરોના સંક્રમિત થયા છે.

આશુતોષની સાથે તેમના પત્ની રેણુકાએ પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રેણુકા અને આશુતોષનો રસી લેતો ફોટો પણ સામે આવ્યો હતો. જાે કે આશુતોષના સ્વાસ્થ્યને લઈને વધારે જાણકારી હજી સામે નથી આવી. આશુતોષે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચૈત્ર નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે અને સાથે જ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર પણ ફેન્સ સાથે શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, મને વિશ્વાસ છે કે હું ટુંક સમયમાં સારો થઈ જઈશ. મેં મારા આખા પરિવારનો ટેસ્ટ કરાવી લીધો છે,

જેનો રિપોર્ટ કાલે આવી જશે. પરંતુ ૭ એપ્રિલ પછી મારા સંપર્કમાં આવેલા તમામ મિત્રો, શુભચિંતકો, પ્રશંસકોથી અરજી છે કે તે નીડર બનીને પોતાની તપાસ કરાવે. તમને જણાવી દઈએ કે, પાછલા થોડા જ સમયમાં બોલિવૂડના અનેક સેલેબ્‌ કોરોના સંક્રમિત થયા હતા. તેમાં અક્ષય કુમાર, આમિર ખાન, ગોવિંદા, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, કેટરીના કૈફ વગેરે શામેલ છે. આ પહેલા રણબીર કપૂર, વરુણ ધવન, સતીશ કૌશિક, પરેશ રાવલ, કૃતિ સેનન વગેરે પણ કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ૧૪ એપ્રિલથી તમામ ફિલ્મો અને ટીવીના શૂટિંગ પર પ્રતિબંધ મુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.