અભિનેતા કરણ કુન્દ્રાએ અધધધ.. કિંમતે ખરીદ્યો બાંદ્રામાં ફ્લેટ
મુંબઈ, ટીવીનાં પોપ્યુલર એક્ટર કરણ કુન્દ્રા હાલમાં દરેક જગ્યાએ છવાયેલો છે. બિગ બોસમાં તેજસ્વી પ્રકાશ સાથે તેના રિલેશનશિપ અને પછી લોકઅપમાં જેલરનો તેનો રોલ, બસ કરણ જ કરણ છવાયેલો છે. હાલમાં કરણ ટીવીની દરેક સ્ક્રીન પર દેખાય છે.
આ વચ્ચે કરણે પોતાને મોટી ગિફ્ટ આપી છે અને પોતાનું ડ્રીમ હોમ ખરીદી લીધુ છે. અહેવાલ છે કે કરણે બાંદ્રામાં એક આલીશાન બિલ્ડીંગમાં પોતાના માટે એક ભવ્ય ફ્લેટ બુક કર્યો છે.
સમુદ્ર તરફનું આ એપાર્ટમેન્ટ ખૂબ જ સુંદર છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે સમુદ્ર તરફના દૃશ્ય સિવાય, કરણ કુન્દ્રાના નવા ઘરમાં એક ખાનગી લિફ્ટ અને સ્વિમિંગ પૂલ પણ છે. આ ફ્લેટની કિંમત લગભગ ૨૦ કરોડ રૂપિયા છે. હવે કરણ કુન્દ્રા, જે આટલી મહેનત અને સતત કામ કરી રહ્યો છે, તે પોતાના માટે આ ભેટને પાત્ર છે. કરણ હાલમાં તેના મ્યુઝિક વીડિયો બેચારી માટે શૂટિંગ કરી રહ્યો છે.
#Bechari
Bechari becomes the MOST VIEWED video at #2 Worldwide on YouTube in the past 24 hours!!! Thank you so much for all the love❤🔥 #AfsanaKhan #Nirmaan @kkundrra @Divyakitweet #golboypro @getherpros #BigBash pic.twitter.com/deVFuyrMFo— Times Music (@TimesMusicHub) April 30, 2022
ઉપરાંત, ડાન્સ દીવાને જુનિયરમાં તેણીની હોસ્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કરણ ટૂંક સમયમાં બોલિવૂડમાં પણ મોટા સ્ટાર્સ સાથે કામ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે ઇલિયાના ડીક્રુઝ, રણદીપ હુડા, જેકલીન ફર્નાન્ડીઝ સાથે જાેવા મળશે.SSS