અભિનેતા જેકી શ્રોફે ૬૫મો જન્મદિવસ ઉજવ્યો
મુંબઇ, બોલીવુડમાં જગ્ગુ દાદા તરીકે પ્રખ્યાત જેકી શ્રોફની એક્ટિંગની ચર્ચા આજે પણ થતી હોય છે. મુંબઈમાં ૧ ફેબ્રુઆરી,૧૯૫૭ના રોજ જન્મેલા જેકી શ્રોફનો આજે ૬૫મો જન્મદિવસ છે. ૮૦ના દાયકામાં જેકી શ્રોફ નામનો સિતારો ચમકતો હતો.
જેકી શ્રોફે ફિલ્મોમાં ક્યારેક સંસ્કારી પુત્રની ભૂમિકા ભજવી હતી, તો ક્યારેક ગુંડાની ભૂમિકામાં પણ દર્શકોનું મનોરંજન કર્યું. આજે તેમના જન્મદિવસ પર તેમની ફિલ્મ કારકિર્દી વિષે કેટલી માહિતી જાણીએ. જેકી શ્રોફ ફિલ્મમાં શ્રેષ્ઠ સીન આપવા ખુબ જ મહેનત કરતા હતા, આ સાથે જ પોતાના સહ કલાકારને પણ તેઓ હંમેશા શ્રેષ્ઠ સીન આપવા માટે પ્રેરિત કરતા.
જગ્ગુ દાદા તરીકે જાણીતા જેકી શ્રોફ આમ જ દર્શકોના દિલ પર રાજ કરતા હતા. ૮૦ના દાયકાની વાત કરીએ તો તે સમયે જેકી શ્રોફ અને અભિનેતા અનિલ કપૂરની જાેડી સુપરહિટ રહી હતી. બંને કલાકારોએ સ્ક્રીન પર ઘણી વખત ભાઈઓની ભૂમિકા ભજવતા જાેવા મળ્યા.
એક ફિલ્મના શૂટિંગ દરમિયાન જેકી શ્રોફે અનિલ કપૂરને ૧૭ વાર થપ્પડ મારી હતી. પણ આવું કેમ બન્યું તે જાણવું પણ ખુબ જ રસપ્રદ બની રહેશે. જેકી શ્રોફે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેકી શ્રોફે ફિલ્મ સ્વામી દાદાથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ઓળખ સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘હીરો’થી મળી હતી.
હીરો ફિલ્મ દરમિયાન અભિનેતાનું નામ જય કિશનથી બદલીને જેકી શ્રોફ કરવામાં આવ્યું હતું. જેકી શ્રોફે અત્યાર સુધીમાં લગભગ ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેકી શ્રોફ અને અનિલ કપૂરે રામ લખન, રૂપ કી રાની ચોરોં કા રાજા, પરિંદા, કર્મા, ૧૯૪૨ઃ અ લવ સ્ટોરી અને કભી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
આ તમામ ફિલ્મો હિટ ફિલ્મ સાબિત થઈ હતી. જેના કારણે જેકી શ્રોફ અને અનિલ કપૂરની જાેડી હિટ થઈ ગઈ હતી. આ હિટ ફિલ્મો પૈકી એક ‘પરિંદા’ ફિલ્મ હતી, જેના શૂટિંગ દરમિયાન જેકી શ્રોફે અનિલ કપૂરને ૧૭ થપ્પડ માર્યા હતા.
પરિંદા’ફિલ્મના શૂટિંગ દરમિયાન જેકી અને અનિલ વચ્ચે થપ્પડ મારવાના સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક વિધુ વિનોદ ચોપડા થપ્પડના સીનથી સંતુષ્ટ થઈ ગયા હતા. પરંતુ અનિલ હજુ થપ્પડના સીનથી સંતુષ્ટ ન હતો અને તેને એક પરફેક્ટ શોટ જાેઈતો હતો, તેથી અનિલ વારંવાર રિટેક કરાવતો રહ્યો.
આમ, થપ્પડના સીનને પરફેક્ટ બનાવવા-બનાવવામાં જ જેકીએ અનિલને લગભગ ૧૭ વાર થપ્પડ માર્યા હતા. જાે કે, તે થપ્પડ એટલા જાેરદાર ન હતા કે, અનિલ પડી જાય. આ વાતનો ખુલાસો ખુદ જેકી શ્રોફે એક ટીવી શો દરમિયાન કર્યો હતો. ૧૭ થપ્પડને કારણે ફિલ્મ ચર્ચામાં તો હતી જ પરંતુ જેકી શ્રોફને ફિલ્મ ‘પરિંદા’માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળતા તેમની મહેનત રંગ લાવી હતી તેમ કહી શકાય.SSS