અભિનેતા તરીકે મને લાગે છે કે હું તેનાથી વધુ હકદાર હતો : શેખર સુમન
મુંબઇ,તા.૨૪ શેખર સુમનને લાગે છે કે તે બોલીવિડમાં અન્ય વધુ હકદાર હતો તેનું કહેવુ છે કે સારી ભૂમિકાની કમીનએ તેમને હૈરાન કર્યો પરંતુ તેમણે પોતાની કિસ્મતને શિષ્ટતા,ગરિમાની સાથે સ્વીકાર કરી અને તેને આશા છે કે એક દિવસ તે બદલાશે.
શેખરે કહ્યું કે અભિનેતા તરીકે મને લાગે છે કે હું તેનાથી વધુ હકદાર હતો જે મને મળ્યું.મને એ પણ લાગે છે કે હજુ એક લાંબો રસ્તો બાકી છે. નવી સિનેમાના આગમન અને વેબ સીરીજ અને અન્ય તમામ પ્રકારના રસ્તા ખુલવાની સાથે મને તે મળશે જે મને ૧૦થી ૧૫ વર્ષ પહેલા મળવા જાેઇતી હતાં શખરે પોતાના કેરિયરની શરૂઆત ૧૯૮૦ના દાયકામાં ટીવી શો વાહ જનાબની સાથે કરી હતી.
શેખરનો ચાર્મ સમયની સાથે શોબિજથી ધુધલાતો ચાલ્યો ગયો અને તે સારી ઓફરની કમીથી હૈરાન છે.તેણે કહ્યું કે ચોકકસપણે હું હૈરાન છું કે મારા માર્ગમાં સારી અને બહેતર ભૂમિકા કેમ ન આવી મેં ઉત્સવ,અનુભવ જેવી ફિલ્મો અને દેખ ભાઇ દેખ જેવી ટીવી શોની સાથે એક અભિનેતાના રૂપમાં ખુદને સ્થાપિત કરી હતી.
શેખર લાઇટ્સ,કૈમરા કિસ્સેના ત્રીજી સીજનની સાથે નાના પડદા પર વાપસી કરી રહ્યો છે.આ શોમાં તે બોલીવુડ અભિનેત્રીઓ ગાયકો નિર્માતાઓ અને નિર્દેશકોની કહાનીઓ બતાવે છે અને હિન્દી સિનેમાના પસાર થયેલા દૌરની ઝલક બતાવે છે.ફિલ્મોની વાત કરીએ તો તે પથ્થરબાજ નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.ફિલ્મ કાશ્મીરી પથ્થરબાજાેના જીવન પર આધારિત છે. તેણે કહ્યું કે હ આશા છે કે દર્શકોને તાકિદે જ ફિલ્મ જાેવા મળશે