અભિનેતા દિલીપકુમારનો પાર્થિવદેહ જુહૂના કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક

મુંબઇ: ટ્રેજડી કિંગ તરીકે જાણીતા હિન્દી સિનેમાના મહાન અભિનેતા દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી. તેમણે આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપકુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને તેમના માતા-પિતાએ તેમનું નામ યુસુફ ખાન રાખ્યું હતું પરંતુ દિગ્ગજ અભિનેત્રી દેવિકા રાનીએ તેમનું નામ બદલીને દિલીપકુમાર રાખ્યું હતું.૧૨ ભાઈ-બહેનમાંથી એક દિલીપનું બાળપણ ખૂબ જ તંગીમાં પસાર થયું હતું. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો અને મુંબઈ સ્થાયી થયો હતો. દિલીપ કુમારે તે દિવસોમાં પૂણેની આર્મી ક્લબમાં એક સેન્ડવિચ સ્ટોલ પર નોકરી શરૂ કરી હતી. દિલીપનો પહેલો પગાર ૩૬ રૂપિયા હતો.
દિલીપકુમારના નિધનથી દેશમાં તથા બોલીવુડમાં શોકની લહેર પ્રસરી ગઇ હતી દિલીપ કુમારના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પીએમ મોદી, રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, દિગ્વિજય અને અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી જયારે બોલીવુડના અનેક કલાકારોએ પણ દિલીપકુમારને શ્રધ્ધાંજલિ અર્પીત કરી હતી અને તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં.
દિલીપકુમારનો પાર્થિવ દેહ હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતો અને ત્યારબાદ જુહૂના કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતાં આજ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી,મધુબાલા મઝરૂહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવ્યા હતાં. દિલીપકુમારના અંતિમ સંસ્કાર શાસકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતાં.
અભિનેતા રણબીરકપુર, જહોની લીવર જુનિયર મહેમુદ, અનિલ કપુર,એનસીપીના પ્રમુખ શરદ પવાર,મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે આદિત્ય ઠાકરે ધર્મેન્દ્ર,શાહરૂખ ખાન અનુપમ ખેર,અભિનેત્રી વિદ્યાબાલન સિધ્ધાર્થ રોય કપુર મધુર ભંડારકર વગેરે દિલીપકુમારને નિવાસસ્થાને જઇને શ્રધ્ધાંજલિ અર્પીત કરી હતી અને શાયરાબાનુને સાંત્વના પાઠવી હતી.
દિલીપકુમારના નિધનથી ભારત જ નહીં પરંતુ આપણો પડોશી દેશ પાકિસ્તાન પણ દુઃ ખી છે. પેશાવર શહેરના કિસ્સા ખાની બજાર વિસ્તારમાં જન્મેલા યુસુફ ખાન, જે દિલીપ કુમાર તરીકે દુનિયામાં જાણીતા છે, તે પાકિસ્તાનના હતા. તેમને ભારત દ્વારા ખ્યાતિ આપવામાં આવી હતી પરંતુ ભારતની સાથે તેમના હૃદયમાં તેમનું શહેર અને પૂર્વજાેનું ઘર પણ રહેતું હતું. દિલીપ કુમારે એક વખત કહ્યું હતું કે, ‘પેશાવરમાં વિતાવ્યું બાળપણ એ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે’.
પેશાવરમાં જન્મેલા દિલીપકુમારને પાકિસ્તાન સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સમ્માન નિશાન-એ- ઇમ્તિયાઝ,એનાયત કરવામાં આવ્યા હતા. દિલિલ કુમાર કહેતા, ‘પેશાવરમાં મને તે સમયે મારી આસપાસની વસ્તુઓ જાેવાની હંમેશા ઉત્સુકતા રહેતી. હું દરેક જગ્યાએ મારી માતાનો પીછો કરતો રહેતો હતો અને જ્યારે મારી માતા અને કાકી વાત કરતા હતા, ત્યારે હું તેમની વાત સાંભળતો હતો. આ પછીથી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ્સ પસંદ કરવામાં મને જ મદદ મળી.
ટ્વીટમાં દિલીપ કુમારે લખ્યું હતું કે,’હું પેશાવરમાં મારા માતાપિતા, દાદા-દાદી અને ઘણા કાકા-કાકીઓ સાથે રહેતો હતો. મારું ઘર હાસ્યથી ગુંજી રહ્યું હતું. મારી માતા ઘણી વાર મને રસોડામાં મળતી, જ્યાં તે ખૂબ મહેનત કરતી. મને હજી પણ યાદ છે કે ઘરની અંદર પરિવારના સભ્યો ચા પીતા હતા. એક મોટો ઓરડો હતો જ્યાં ઘરની મહિલાઓ પ્રાર્થના કરતી. મને મારા દાદાની પીઠ પર ફરવાનું અને દાદીની હોરર કહાની યાદ છે. તેમણે લોકોને તેમના પૂર્વજાેના ઘરની તસવીરો શેર કરવા વિનંતી કરી હતી. આ સાથે જ તેના ફેન્સે તેમના ઘરની તસવીરો પણ શેર કરી હતી.
દિલીપ સાહેબની બાળપણની યાદોથી સજ્જ પાકિસ્તાનના પખ્તુનખ્વા પ્રાંતની સરકારે આ મકાન ખરીદવાની મંજૂરી આપી છે. પેશાવરના જિલ્લા કમિશનર કેપ્ટન ખાલિદ મહેમૂદે અભિનેતાના ઘરના હાલના માલિકોના વાંધાને ફગાવી દીધા છે અને તેમનું ઘર પુરાતત્વીય વિભાગને સોંપવાનો આદેશ આપ્યો. જણાવી દઇએ કે જિલ્લા કમિશનરની કચેરીએ જારી કરેલા સૂચના મુજબ, જમીન હસ્તગત કરનાર વિભાગનું નામ એટલે કે નિયામક પુરાતત્ત્વ અને સંગ્રહાલય રહેશે. દિલીપ સાહેબના ૧૦૦ વર્ષ જુના આ મકાનની કિંમત ૮૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ૨૦૧૪ માં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે તેને રાષ્ટ્રીય વારસો જાહેર કર્યો હતો.