અભિનેતા દિલીપ કુમારની હાલત સ્થિર છે : સાયરા
નવીદિલ્હી: ૬ જૂન, રવિવારના રોજ દિલીપ કુમારને મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત એકદમ સારી છે. આ દરમિયાન સો.મીડિયામાં દિલીપ કુમારની તબિયત ગંભીર હોવાની ચર્ચા થતી હતી. આ અફવા પર દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ એક પોસ્ટ શૅર કરીને હેલ્થ અપડેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે દિલીપ કુમારની હાલત સ્થિર છે અને ૨-૩ દિવસમાં ઘરે પરત ફરશે.
સાયરા બાનોએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, સો.મીડિયામાં ફોરવર્ડ કરવામાં આવતા મેસેજ પર વિશ્વાસ ના કરો. સાહેબની હાલત સ્થિર છે. તમારી દુઆઓ તથા પ્રાર્થનાઓ માટે આભાર. ડૉક્ટરના મતે, ૨-૩ દિવસમાં રજા આપશે. ઈન્શાઅલ્લાહ.
આ પહેલાં પણ સાયરા બાનોએ દિલીપ કુમાર અંગે એક સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, દિલીપ સાહેબને રૂટિન ટેસ્ટ તથા તપાસ માટે નોન કોવિડ પીડી હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
ડૉ. નીતિન ગોખલેની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. પ્લીઝ દિલીપ સાહેબ માટે દુઆ કરજાે અને સલામત રહો.હોસ્પિટલના ડૉક્ટર જલીલ પારકરે કહ્યું હતું, ‘તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. આથી જ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમનું ઓક્સિજન લેવલ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે. જાેકે, તેમને વેન્ટિલેટર કે આઇસીયુમાં રાખવામાં આવ્યા નથી. તે માત્ર ઓક્સિજન સપોર્ટ પર જ છે.
પારકરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દિલીપ કુમારની તબિયત કંટ્રોલમાં છે? તો તેમણે કહ્યું હતું, ‘અત્યારે તો બધું ઠીક છે, પરંતુ ઉંમરને જાેતા વધુ કંઈ કહી શકાય તેમ નથી. તેમનો કોવિડનો ટેસ્ટ કરાવવાની જરૂર નથી. ફેફસાંમાં પાણી ભરાવવું તે ઉંમર સંબંધીત સમસ્યા છે. હાલમાં કહી ના શકાય કે તેમને ક્યાં સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે.’
સાયરોબાનોની સો.મીડિયા પોસ્ટ બાદ સેલિબ્રિટીઝ તથા ચાહકોએ દિલીપ કુમારની સ્પીડી રિકવરી માટે દુઆ કરી છે. એક્ટર મનોજ વાજપેઈએ કહ્યું હતું, દિલીપ સાહેબની ઝડપી રિકવરીની પ્રાર્થના કરું છું. એક યુઝરે કહ્યું હતું, સર તમે વર્ષમાં કેટલીવાર એડમિટ થાય છે અને દર વખતે ડિસ્ચાર્જ થઈને પરત આવે છે. તમે ભીષ્મ પિતામહ પાસેથી આશીર્વાદ લઈને આવ્યા છો કે શું? ઝડપી રિકવરીની પ્રાર્થના. અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘અલ્લાહ પાસે દુએ કે તેઓ દિલીપ સરને સારી તબિયત તથા લાંબુ આયુષ્ય આપે. આમીન.’
ગયા મહિને દિલીપ કુમાર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. રજા આપ્યા બાદ સાયરાબાનોએ કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરજાે કે તેઓ સારા રહે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦થી લાગેલા લૉકડાઉનના સમયથી દિલીપ તથા સાયરા હોમ આઈસોલેશનમાં છેદિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત ૫૦થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે. દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ આઠ વાર મળ્યો છે. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ૨૦૧૫માં સરકારે તેમને પદ્મભૂષણ અવોર્ડથી સન્માનિત કર્યા હતા.