અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી મળી રજા
મુંબઇ: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને સ્વાસ્થ્ય સંબંધી બીમારીને કારણે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમનાં ઇલાજ બાદ તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. તેથી આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતી તી જેને કારણે રવિવારે (૬ જૂન)નાં મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એક્ટરનાં હોસ્પિટલમાં ગયા બાદથી તેનાં ફેન્સ સતત તેમનાં સ્વાસ્થ્ય માટે દુઆઓ કરી રહ્યાં હતાં. આ પહેલાં પણ ખબર હતી કે, તેમને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા મળી જશે. પણ એવું થયું ન હતું.
દિલીપ કુમારને બુધવારનાં એક સફળ પ્લ્યૂરલ એસપિરેશનપ્રોસિડ્યૂર માંથી પસાર થવું પડ્યું હતું. જે બાદ તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો. દિલીપ કુમાર કાર્ડિયોલોજિસ્ટ ડો. નિતિન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડો જલીલ પારકરની દેખરેખમાં હતાં. સોમવારનાં હોસ્પિટલમાં તેની એક તસવીર સાયરા બાનોની સાથે સામે આવી હતી.
જેમાં દિલીપ કુમાર ઘણાં કમજાેર નજર આવી રહ્યાં હતાં. જે બાદ ફેન્સને તેમની ચિંતા સતાવવા લાગી હતી.હોસ્પિટલમાં દાખલ થયા બાદ દિલીપ કુમારનાં નિધનની ખબર પણ સામે આવી હતી. સાયરા બાનોએ તેને ખોટી ગણાવતા ટિ્વટ કરી હતી. દિલીપ કુમારનાં ઓફિશિયલ ટિ્વટર હેન્ડલથી આ ટિ્વટ કરવામાં આવી હતી.