Western Times News

Gujarati News

અભિનેતા, નિર્માતા-નિર્દેશક રાકેશ રોશનનો આજે બર્થ ડે

મુંબઈ, હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા, નિર્માતા-નિર્દેશક રાકેશ રોશનનો જન્મ ૬ સપ્ટેમ્બર ૧૯૪૯માં મુંબઈમાં થયો હતો. તેમણે બોલીવૂડને અનેક સુપર હિટ ફિલ્મો આપી છે. ક્યારેક કહાની લખવી, તો ક્યારેક અભિનય કરવો તો ક્યારેક નિર્દેશન કરવો તો ક્યારેક ક્યારેક બધા કામ કરવા રાકેશ રોશને મોટા પડદા ઉપર પોતાની ખાસ છાપ છોડી છે. તેઓ બોલીવૂડના સંગીત નિર્દેશક રોશનના પુત્ર છે.

રાકેશ રોશનને ૭૦ના દાયકાથી લઈને ૮૦ના દાયકા સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે આશરે ૮૪ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. રાકેશ રોશને બોલીવૂડમાં પોતાની ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ ૧૯૭૦ની ફિલ્મ કહાની ઘર ઘર કી સાથે કરી હતી. આ ફિલ્મમાં તેમનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ રાકેશ રોશન પરાયા ધન, જખ્મી, ખાનદાન, હારી વહૂ અલ્કા, મહાગુરુ જેવી ફિલ્મોમાં દેખાયા હતા. રાકેશ રોશને ફિલ્મોમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના પાત્રો ભજવીને દર્શકોનું દીલ જીતી લીધું હતું.

રાકેશ રોશને વર્ષ ૧૯૮૦માં પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું. આ પ્રોડક્શન હાઉસ અંતર્ગત તેમણએ ફિલ્મક્રાફ્ટ અને ફિલ્મ આપ કી દીવાની બનાવી હતી. જ્યારે ફિલ્મ ખુદગર્જ સાથે રાકેશ રોશને નિર્દેશન ક્ષેત્રમાં પગ મુક્યો હતો. આ ઉપરાંત તેમણે કિશન કન્હૈયા, કરણ અર્જૂન જેવી ફિલ્મો પણ બનાવી હતી. વર્ષ ૨૦૦૦ આવ્યું તો રાકેશ રોશને પોતાના પુત્ર ઋતિક રોશનને લોન્ચ કરવાનો ર્નિણય કર્યો હતો.

તેમની ફિલ્મ કહોના પ્યાર હેથી બોલીવૂડમાં ઋતિક રોશને પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. ફિલ્મ કહોના પ્યાર હૈ ખુબ જ હિટ સાબિત થઈ હતી. પિતા પુત્રની આ જાેડી બોક્સ ઓફિસ ઉપર ખુબ જ છવાયેલી રહી હતી. ત્યારબાદ રાકેશ રોશને પોતાના પુત્ર ઋતિક રોશન માટે કોઈ મિલ ગયા, ક્રિષ જેવી ફિલ્મો બનાવી જે બ્લોકબાસ્ટર ફિલ્મો સાબિત થઈ હતી.

રાકેશ અને ઋતિક રોશનની આ ફિલ્મોએ માત્ર બોક્સ ઓફિસ ઉપર શાનદાર કમાણી કરી ઉપરાંત એવોર્ડ પણ જીતી હતી. માનવામાં આવે છે રાકેશ રોશન પોતાની બધી ફિલ્મોનું ક નામ રાખે છે જે ફિલ્મ માટે શુભ માને છે. આવું તે અંક જ્યોતિષના કારણે કરે છે. ભવિષ્યમાં પણ રાકેશ રોશન પોતાની ફિલ્મોમાં પોતાના પુત્ર અને ક અક્ષરને જગ્યા આપતા દેખાશે. વર્ષ ૨૦૧૯માં રાકેશ રોશન એક પ્રકારના ગળાના કેંસરથી પીડિત હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.