Western Times News

Gujarati News

અભિનેતા ફરદીનખાન બે વાર મોતની અફવાથી ગુસ્સે થયો

મુંબઈ, બોલિવુડ એક્ટર ફરદીન ખાન ઘણા વર્ષથી ફિલ્મી પડદાથી દૂર છે. આ વર્ષો દરમિયાન બે વખત તેના મોતની અફવા ઉડી હતી. આ અફવાથી તે કેટલો નારાજ અને ગુસ્સે થયો હતો તેના વિશે એક્ટરે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં ફરદીન ખાને ખુલાસો કર્યો હતો કે, અકસ્માતમાં તેનું મોત થયું હોવાની અફવા બેવાર ઉડી હતી.

એક્ટરે કહ્યું હતું કે, તે આવા પ્રકારના ફેક રિપોર્ટ્‌સને વાંચીને પોતાના પરિવાર અને મિત્રોને લઈને ખરેખર ચિંતિત હતો. તેના કહેવા પ્રમાણે, જાે તેના મમ્મીએ તે વાંચ્યું હોત તો તેમને હાર્ટ અટેક જ આવી ગયો હતો. તેણે તે કિસ્સાને પણ યાદ કર્યો હતો જ્યારે બોલિવુડમાંથી માત્ર એક્ટર અર્જુન રામપાલે ન્યૂઝ વાંચીને ફોન કર્યો હતો. તેણે તે ઠીક છે કે નહીં તેની ખાતરી કરવા માટે ફોન કર્યો હતો.

ફરદીન છેલ્લે વર્ષ ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’માં સુષ્મિતા સેન સાથે જાેવા મળ્યો હતો. અને ત્યારથી તેણે અત્યારસુધી અંતર જાળવી રાખ્યું હતું.

૧૨ વર્ષથી ફિલ્મી પડદાથી અંતર જાળવનારો ફરદીન ખાન ખૂબ જલ્દી કમબેક કરવાનો છે. એક્ટર તેની ફિલ્મને લઈને ઉત્સાહિત છે. તે રિતેશ દેશમુખ, પ્રિયા બાપત અને ક્રિસ્ટલ ડિસૂઝા સાથે ફિલ્મ ‘વિસ્ફોટ’માં સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. તેના કમબેક વિશે વાત કરતા એક્ટરે જણાવ્યું હતું કે, ‘કમબેક કરવા વિશે, ફરીથી દર્શકો સામે આવવાને લઈને, તે પછી ટીવી સ્ક્રીન હોય કે સિનેમાની સ્ક્રીન, તમે ફરદીન ૨.૦ વિશે શું વિચારો છો તે જાણવા માટે આતુર છું’. કૂકી ગુલાટીના ડિરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી ‘રોક, પેપર એન્ડ સીઝર’ની હિંદી રિમેક છે. ફરદીન ખાને પીઢ અભિનેત્રી મુમતાઝ સાથે ડિસેમ્બર, ૨૦૦૫માં લગ્ન કર્યા હતા. કપલ એક દીકરો અને દીકરી એમ બે બાળકોના માતા-પિતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.