અભિનેતા મનોજ બાજપેયીની ઓનસ્ક્રીન દીકરી પોપ્યુલર થઇ ગઈ
મુંબઇ: મનોજ બાજપેયી સ્ટારર વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન ૨ ‘ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. શોના દરેક પાત્રએ ખૂબ સરસ કામ કર્યું છે. દરેકના ક્રિટીક્સ અને ચાહકોએ તેમની પ્રબળ પ્રશંસા કરી છે. ફેમિલી મેનમાં મનોજ બાજપેયીની પુત્રીના રોલમાં જાેવા મળેલા અશ્લેશા ઠાકુરને ઘણી નોટિસ કરવામાં આવી છે. ધૃતીની ભૂમિકામાં અશ્લેશાની પરિપક્વ અભિનયથી લોકો પ્રભાવિત થયા છે. અશ્લેષા ઠાકુરને લઈને લોકો તેના એટલા દિવાના થયા છે કે તેને સોશિયલ મીડિયા પર લગ્નના પ્રસ્તાવો મળી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે અશ્લેષા ઠાકુર ઉર્ફે ધૃતીને સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા પ્રપોઝલ મળી રહ્યા છે. અશ્લેશાએ એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતી વખતે ખુલાસો કર્યો કે તેણીના ડીએમ્સમાં ઘણાં લગ્નના પ્રપોઝલ આવી રહ્યાં છે અને લોકો તેને સૌથી અજીબ અને મધુર સંદેશા મોકલી રહ્યા છે. અશ્લેશાએ કહ્યું કે જ્યારે તે ધ્યાન આકર્ષિત કરી રહી હતી ત્યારે તેને આ બધું અવિશ્વસનીય લાગ્યું છે.
આશ્લેષા ઠાકુરે સિરીઝ માં કલ્યાણ (અભય વર્મા) સાથે રોમેન્ટિક સીન્સ આપ્યા હતા. આના માટે શૂટિંગ કરતી વખતે અશ્લેશા ખૂબ ગભરાઈ ગઈ હતી. તેણે કહ્યું – આ મારા માટે નવું હતું. મારે મારા પાત્રમાં પરિપક્વતા લાવવાની હતી. હું ઇચ્છું છું કે તે નેચરલ દેખાય. મેં ઘણી રોમેન્ટિક વેબ સિરીઝ જાેઈ. સંશોધન કર્યું. કિસિંગ સીન શૂટ કરવું તે તકનીકી હતું. આ મજા ન હતી. આ મારું કામ છે અને મારે તેનાથી આરામદાયક રહેવું પડ્યું. મને મારા ડિરેક્ટરમાં વિશ્વાસ હતો.
અશ્લેષા ઠાકુરે વેબ સીરિઝ “ધ ફેમિલી મેન”ના અનુભવ શેર કરતાં કહ્યું કે, “આ વેબ સિરીઝમાં મારો રોલ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શક્યો છે. જેના કારણે મને ખૂબ જ સ્વીટ મેસેજ મળી રહ્યાં છે. હું બધું જ ખૂબ જ એન્જાેય કરી રહી છું”અશ્લેષા ઠાકુરે વેબ સીરિઝ “ધ ફેમિલી મેન”ના અનુભવ શેર કરતાં કહ્યું કે, “આ વેબ સીરિઝથીમાં કામ કરતાં મને ઘણું શીખવા મળ્યું. ખાસ કરીને મનોજ બાજપેચી સર પાસેથી મેં ઘણું શીખ્યું”
અશ્લેષા ઠાકુરે ઘણાં કમર્શિયલમાં કામ કર્યું છે. ૨૦૧૭ માં, અશ્લેષા એ સીરીયલ શક્તિથી શરૂઆત કરી હતી. તે જ વર્ષે, તેણે ફિલ્મ જીના ઇસી કા નામ હૈ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ધ ફેમિલી મેનમાં તેની ભૂમિકાને લઈને અશ્લેશાને ઘરે ઘરે જાણીતી થઇ. અશ્લેષા યંગ પ્રતિભાશાળી તેમ જ સુંદર પણ છે. અશ્લેષાના ચાહકો તેને ફરીથી સ્ક્રીન પર જાેવાની રાહ જાેઈ રહ્યા છે.