અભિનેતા મુકેશ ખન્નાના ભાઈ સતિષ ખન્નાનું નિધન

મુંબઈ: ટીવી તેમજ બોલિવુડ એક્ટર મુકેશ ખન્નાના મોટા ભાઈ સતિષ ખન્ના હાલમાં જ કોરોના વાયરસથી રિકવર થયા હતા. પરંતુ એક અઠવાડિયા બાદ સતિષ ખન્નાનું કોરોના વાયરસના કારણે નિધન થઈ ગયું. તેમણે કોવિડ-૧૯ની રસીનો પહેલો ડોઝ લીધો હતો અને તેમની ઉંમર ૮૪ વર્ષ હતી. મોટા ભાઈના નિધનથી દુઃખી મુકેશ ખન્નાએ કહ્યું કે, ‘સતિષ ભાઈ ૮૪ વર્ષના હોવા છતાં ટેનિસ પ્લેયર હતા અને ઘણી સીનિયર સિટિઝન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સતિષ ભાઈ મને ફેલોશિપની નજીક લઈને ગયા હતા.
મને ઈન્ડિયન ફેલોશિપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ થવાનું સૌભાગ્ય મળ્યું હતું. ખન્નાએ ઉમેર્યું કે, સતિષ ભાઈ નિયમિત મારો શો શક્તિમાન જાેતા હતા. તેઓ મને કહેતા કે શો માત્ર બાળકો માટે જ નહીં પરંતુ મોટી ઉંમરના વ્યક્તિઓ માટે પણ મનોરંજક છે. તેઓ મને સાંજે મળવા આપવા હતા અને મારા ટીવી શો અંગે પોતાનો ફીડબેક આપતા હતા. ઘણીવાર તેઓ મને કહેતા હતા કે તેમને કેટલાક એપિસોડ તેમને કેમ ગમ્યા નહોતા.
તેઓ હેલ્ધી હતા અને સાથે ફિટ પણ. પરંતુ, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા. તેઓ રિકવર પણ થઈ ગયા હતા અને બાદમાં કોવિડ-૧૯ની રસીનો પહેલો ડોઝ પણ લીધો હતો. પરંતુ હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું. હું તેમને ખૂબ મિસ કરવાનો છું. મહાભારતમાં ભિષ્મપિતામહ’નું પાત્ર ભજવ્યા બાદ પોપ્યુલર થયેલા મુકેશ ખન્નાએ, તેમના ભાઈને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તે પ્રસંગને પણ યાદ કર્યો.
તેમણે કહ્યું કે, ‘તેમને પૂર્વ રાષ્ટ્રપતિ સિલ્વર એલિફન્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ઈન્ટરનેશનલ ફેલોશિપના એશિયા-પેસેફિક સભ્ય દેશો તરફથી પણ અનેક સન્માન મળ્યા હતા. તેઓ બે વખત તેના ચેરમેન તરીકે ચૂંટાયા હતા’.