અભિનેતા મુકેશ ખન્ના એક વર્ષથી ઘર બહાર નથી નીકળ્યા
મુંબઈ: મહાભારતમાં ભીષ્મપિતામહનો રોલ કરીને જાણીતા થયેલા મુકેશ ખન્ના કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. એક્ટર છેલ્લા એક વર્ષથી કાંદિવલીમાં આવેલા તેમના ઘરમાંથી બહાર નીકળ્યા નથી. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતાં, એક્ટરે સોશિયલ ડિસ્ટન્સનું કેટલું મહત્વ છે તે જણાવ્યું છે. સાથે જ કહ્યું કે, કોરોનાની રસી ભલે આવી ગઈ હોય પરંતુ અધીરા થઈને લોકોએ ઘર બહાર ન નીકળવું જાેઈએ. મુકેશ ખન્નાએ કહ્યું કે, ‘ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન થયું
ત્યારથી હું કાંદિવલીમાં આવેલા મારા ફ્લેટમાંથી બહાર ગયો નથી. હું માત્ર બિલ્ડિંગની છત પર અથવા કમ્પાઉન્ટમાં આંટાફેરા કરું છું. છેલ્લા ૧૧ મહિનાથી, હું સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરું છું અને ઘરે જ રહું છું. જ્યારે દેશ અને મહામારી આપણને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ચેતવણી આપી રહ્યા છે, ત્યારે શા માટે આપણે લોકોને મળવા બહાર જવું જાેઈએ? જ્યાં સુધી પોતાને રસી ન મળી જાય ત્યાં સુધી શું આપણે થોડા મહિના રાહ ન જાેઈ શકીએ? ઘણા ટીવી શો અને ફિલ્મોના ભાગ રહી ચૂકેલા મુકેશ ખન્નાએ બોલિવુડ સ્ટાર સાથે એક પ્રોજેક્ટ કરવાની તક પણ જતી કરી. કારણ કે, શૂટિંગ માટે બહાર જવું પડે તેમ હતું. તેમણે કહ્યું કે, ‘મને એક બોલિવુડ સ્ટાર સાથે એડ ફિલ્મ ઓફર થઈ હતી. જે મારે જવા દેવી પડી કારણ કે, મને ઘર બહાર નીકળવાનું ઉચિત નહોતું લાગતું.
મને લાગે છે કે, જાે તમે લોકોને મળો છો તો વાયરસથી સંક્રમિત થવાનું જાેખમ વધી જાય છે. જાે તમારે કોઈ જરૂરી કામ ન હોય તો ઘર બહાર ન નીકળવું તે વધારે સારું રહેશે તેવું મારું માનવું છે. મેં જાેયું છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી અને પાર્ટી કરી રહ્યા છે. લોકો પાર્ટી કરે તેના વિરુદ્ધમાં નથી પરંતુ મહામારી છે ત્યારે પાર્ટી અને મેળાવડાઓને ટાળવા જાેઈએ. મુકેશ ખન્ના તેમનો દિવસ વાંચવામાં, એક્સર્સાઈઝ કરવામાં અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવામાં પસાર કરે છે. તેમણે કહ્યું કે, ‘ઘરે આખો દિવસ કાઢવો અઘરું નથી. લોકોએ પોતાની જાતને પણ પ્રેમ કરવો જાેઈએ. હું એક્સર્સાઈઝ કરું છું, વાંચુ છું, વીડિયો પોસ્ટ કરું છું, મારો શો શક્તિમાન જાેઉ છું, મિત્રો તેમજ હાઉસ સ્ટાફ સાથે વાતો કરું છું.