અભિનેતા રણધીર કપૂરે નવા ઘરમાં પૂજાનું આયોજન કર્યું
મુંબઈ: કરીના ઉપરાંત કરિશ્મા કપૂર પણ પિતાના નવા ઘરે પૂજામાં હાજરી આપવા પહોંચી હતી. કરિશ્મા પોતાની દીકરી સમાયરા સાથે જાેવા મળે હતી. પૂજા માટે કરિશ્માએ ફ્લોરલ કુર્તા અને સલવાર પર પસંદગી ઉતારી હતી. જ્યારે તેની દીકરી સમાયરા પિંક રંગના કુર્તા અને પાયજામામાં જાેવા મળી હતી. રણધીર કપૂરના નાના ભાઈ સ્વર્ગીય ઋષિ કપૂરના પત્ની અને એક્ટ્રેસ નીતૂ કપૂર પણ દીકરી રિદ્ધિમા સાથે રણધીર કપૂરના ઘરે જાેવા મળ્યા હતા.
નીતૂ કપૂર બેબી પિંક રંગના ડ્રેસમાં જાેવા મળ્યા હતા. ત્યારે રિદ્ધિમા ફોર્મલ લૂકમાં જાેવા મળી હતી. રણધીર કપૂરની બહેન રીમા જૈનનો દીકરો અને એક્ટર આદર જૈન પણ મામાના ઘરે પૂજામાં હાજરી આપવા પહોંચ્યો હતો. શમ્મી કપૂરનાં પત્ની નીલા દેવી પણ રણધીર કપૂરના ઘરે પૂજામાં હાજરી આપવા પહોંચ્યા હતા. રણધીર કપૂરના ઘરે આયોજિત પૂજા માટે પંડિતજી પણ આવી પહોંચ્યા હતા. તેઓ પણ રણધીર કપૂરના ઘરની બહાર હાજર પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા.
જણાવી દઈએ કે, અત્યાર સુધી રણધીર કપૂર સૌથી નાના ભાઈ રાજીવ કપૂર સાથે ચેમ્બુરમાં આવેલા પૈતૃક ઘરમાં રહેતા હતા. જાેકે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજીવ કપૂરના અવસાન બાદ એકલા પડેલા રણધીર કપૂરે બાંદ્રામાં નવું ઘર ખરીદ્યું હતું. જેથી દીકરીઓની નજીક રહી શકે. આ વિશે વાત કરતાં અગાઉ રણધીર કપૂરે અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું હતું કે, “રાજીવ મોટાભાગે મારી સાથે રહેતો હતો, તેનું ઘર પૂણેમાં હતું પરંતુ મોટાભાગે તે મુંબઈમાં જ રહેતો હતો.
હવે હું બબીતા, બેબો અને લોલોના ઘરની નજીક શિફ્ટ થઈ ગયો છું.” ચેમ્બુરમાં આવેલા ઘરને છોડીને બીજી શિફ્ટ થઈ રહ્યા હોવાની વાતની પુષ્ટિ કરતાં રણધીર કપૂરે કહ્યું હતું કે, મારા માતા-પિતાએ મને કીધું હતું કે હું જ્યાં સુધી ઈચ્છું ત્યાં સુધી આ ઘરમાં (ચેમ્બુર) રહી શકું છું. પરંતુ જે દિવસે હું તેને વેચીશ ત્યારે મારે તેની રકમ મારા ભાઈ-બહેન ઋષિ, રાજીવ, રિતુ અને રીમાને પણ આપવી પડશે. પરંતુ તેમાં મને કોઈ વાંધો નથી કારણ કે મેં મારા કરિયરમાં સારું કર્યું છે અને રોકાણ પણ કર્યું છે. મહત્વનું છે કે, રાજીવ કપૂરે પૈતૃક ઇદ્ભ હાઉસને વેચવાનો ર્નિણય કર્યો છે.