અભિનેતા રણબીર કપૂરે હાઉસ પાર્ટી સોંગ શૂટ કર્યું
મુંબઈ, ફિલ્મ નિર્માતા લવ રંજન પહેલીવાર બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા રણબીર કપૂર સાથે કામ કરવા જઈ રહ્યા છે. ચાહકો આને લઈને ખૂબ ઉત્સાહિત થઈ ગયા છે. રણબીર કપૂરે લવ રંજનની ફિલ્મ માટે એક હાઉસ પાર્ટી નંબરનું શૂટિંગ પૂરું કર્યું છે. મેકર્સે હજી સુધી ફિલ્મનું નામ જાહેર કર્યું નથી.
આ ગીત મુંબઈના મડ આઇલેન્ડમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ૫૦૦ બેકગ્રાઉન્ડ ડાન્સરને પણ સામેલ કરવામાં આવ્યા છે, જે આટલી મોટી સંખ્યામાં શૂટ થનારું પહેલું ગીત છે. આ ગીતને રણબીર કપૂરના ફેવરિટ કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસે કોરિયોગ્રાફ કર્યું છે.
તેનું સંગીત પ્રિતમે આપ્યું છે. પ્રિતમે આ જ ફિલ્મ માટે ૨-૩ રોમેન્ટિક ગીતો પણ કમ્પોઝ કર્યા છે. આ ગીત વિશે હજુ સુધી કોઈ અન્ય માહિતી બહાર આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક મોટું ગીત હશે. મોટા પડદા માટે લવ અને રણબીરનો શ્રદ્ધા કપૂર સાથેનો આ પહેલું કોલાબોરેશન છે.
ફિલ્મ નિર્માતા બોની કપૂર આ ફિલ્મમાં પોતાના અભિનયની શરૂઆત કરશે, તે ફિલ્મમાં રણબીરના ઓનસ્ક્રીન પિતાની ભૂમિકા ભજવતા જાેવા મળશે. ફિલ્મમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર અને બોની કપૂર સિવાય, કાસ્ટમાં પ્રતિભાશાળી વરિષ્ઠ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ છે.
ટીમે થોડા મહિના પહેલા દિલ્હીમાં ફિલ્મના કેટલાક ભાગો શૂટ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓએ સ્પેનમાં પણ શૂટિંગ કરવાનું હતું. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા બોની કપૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે, “હું ચિન્ટુ (સ્વર્ગસ્થ ઋષિ કપૂર) નો મિત્ર રહ્યો છું, અને રણબીરને વધતો જાેયો છે.
મેં તેની સાથે વધારે વાતચીત કરી નથી, અને શ્રદ્ધા સાથે પણ આવું જ છે. તેના પિતા શક્તિએ મારી કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર પાસે ચાર ફિલ્મો છે. અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’, યશ રાજ ફિલ્મ્સની ‘શમશેરા’, સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ અને લવ રંજનની ફિલ્મ આવવાની બાકી છે, જેનું ટાઇટલ હજી જાહેર થયું નથી. ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ હજુ પૂરું થવાનું બાકી છે.
આ ફિલ્મમાં રણબીર કપૂરની સામે આલિયા ભટ્ટ છે. આ સિવાય અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.SSS