અભિનેતા રણવીર સિંહને મળ્યો બેસ્ટ એક્ટરનો અવોર્ડ
મુંબઈ, દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ ૨૦૨૨ની જાહેરાત થઈ છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સના લિસ્ટમાં પુષ્પાઃ ધ રાઈઝ, રણવીર સિંહ, ક્રિતી સેનન, રાધિકા મદાન, રવીના ટંડન, મનોજ બાજપેયી, અહાન શેટ્ટી, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, અનુપમા, સરદાર ઉધમ અને અનધર રાઉન્ડ જેવી ફિલ્મો અને સીરિયલનું નામ સામેલ છે.
જાણો, કોને કયો અવોર્ડ મળ્યો. દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ ૨૦૨૨માં બેસ્ટ ફિલ્મનો અવોર્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ને મળ્યો છે. દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ ૨૦૨૨માં રણવીર સિંહને તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘૮૩’ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો છે.
અવોર્ડ મળતાં રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો શેર કરીને આભાર માન્યો હતો. ક્રિતી સેનને ફિલ્મ ‘મીમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો છે. વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ’ને ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ અવોર્ડ મળ્યો છે. શેરશાહ ફિલ્મ માટે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને અનુક્રમે બેસ્ટ ક્રિટિક્સ એક્ટ્રેસ અને બેસ્ટ ક્રિટિક્સ એક્ટરનો અવોર્ડ મળ્યો છે.
શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીને હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ તડપ માટે બેસ્ટ ડેબ્યૂનો અવોર્ડ મળ્યો છે. દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ ૨૦૨૨માં ‘કેન્ડી’ને બેસ્ટ વેબ સીરીઝનો અવોર્ડ મળ્યો છે. દુનિયાભરમાં ધૂમ મચાવનારી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ને ફિલ્મ ઓફ ધ યર અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
અત્યાર સુધી કેટલાય અવોર્ડ્સ જીતી ચૂકેલા અભિનેતા મનોજ વાજપેયીને ‘બેસ્ટ એક્ટર ઈન વેબ સીરીઝ’ માટે દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યો છે. અરણ્યક’ વેબ સીરીઝ માટે રવીના ટંડનને બેસ્ટ એક્ટ્રેસ ઈન વેબ સીરીઝનો અવોર્ડ મળ્યો છે.
દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ ૨૦૨૨માં વિશાલ મિશ્રાને બેસ્ટ પ્લેબેક સિંગલ મેલનો અવોર્ડ મળ્યો છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ કહેવાતા દાદા સાહેબ ફાળકેના નામ પર ભારત સરકાર તરફથી દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવે છે.
આ વાર્ષિક પુરસ્કાર છે. જ્યારે દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ એક સંગઠન દ્વારા આપવામાં આવે છે. આ અવોર્ડને શરૂ થયે હજી માત્ર ૬ વર્ષ થયા છે.SSS