રાજપાલ યાદવ યુપી ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન બને તેવી સંભાવના

લખનૌ, રાજનીતિમાં ફિલ્મી સ્ટાર્સની એન્ટ્રીનો ટ્રેન્ડ આજનો નથી પણ વર્ષો જુનો છે. ઘણા નામાંકિત સ્ટાર્સે પહેલા ફિલ્મોમાં નામ કમાયું પછી દેશની રાજનીતિનો ભાગ બન્યા અને સત્તામાં રાજ કર્યો. એક રીપોર્ટ મુજબ કોમેડિયન રાજપાલ યાદવની એન્ટ્રી પણ રાજનીતિમાં થવા જઈ રહી છે.
૪ દિવસ પહેલા જ રાજપાલ યાદવ અને દીનેશલાલ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ આ અટકળો વધી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૧માં ઉત્તર પ્રદેશમાં થયેલા લોકસભાના ઇલેક્શન દરમિયાન યોગી સરકારને સમાજવાદી પાર્ટીએ સખત ટક્કર આપી હતી.
ત્યારે હવે લોકસભા ઈલેક્શન દરમિયાન યોગી સરકાર સમાજવાદી પાર્ટીની વોટ બેંકને કાપવા માટે રાજપાલ યાદવને પોતાની તરફ કરવા માટે પ્રયાસ કરશે.
યોગી સરકાર ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન બનાવી શકે છે. રીપોર્ટ મુજબ લોકસભા ચુટણી-૨૦૨૪મા યાદવ વોટ બેંકને સાધવા માટે ભારતીય જનતા પાર્ટી સરકાર આ પ્રયોગ કરી શકે છે.
રિપોર્ટનું માનવામાં આવે તો દીનેશલાલ યાદવ ફરી આઝમગઢ લોકસભા પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચુંટણીમાં અખિલેશ યાદવને જીત મળ્યા બાદ તેણે આઝમગઢના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી આ સીટ ખાલી છે.
હાલમાં ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છે. રીપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ જણાવ્યું હતું કે ફિલ્મ સિટીની દુનિયામાં ખુબ જ તેજી થી કામ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે પ્રારંભિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધું છે.
નજદીકમાં જેવર એરપોર્ટનું કામ પણ ખુબજ ઝડપથી ચાલી રહ્યું છે. મને લાગે છે કે અમે ૩ વર્ષના અંદરના સમયગાળામાં શુટિંગ કરવવામાં સફળ થઈ જઈશું. હરાજીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તેનાથી ટુરીઝમ પણ વધશે.HS