અભિનેતા રામ ચરણની પત્ની ઉપાસના બિઝનેસ વુમન છે

મુંબઈ, એસએસ રાજામૌલીની ફિલ્મ ઇઇઇમાં દમદાર પર્ફોર્મન્સના કારણે રામ ચરણે માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીના જ નહીં પરંતુ દુનિયાભરના ફેન્સ તરફથી વાહવાહી મેળવી હતી. એક્ટર હાલ તેની પત્ની ઉપાસના કામિનેની સાથે ઈટાલીમા ૧૦મી વેડિંગ એનિવર્સરી પર વેકેશન એન્જાેય કરી રહ્યો છે.
રામ ચરણ અને ઉપાસનાના લગ્ન ૨૦૧૨માં થયા હતા. રામ ચરણ સાઉથ ઈન્ડસ્ટ્રીનો સ્ટાર છે તો ઉપાસનાની પોપ્યુલારિટી પણ જબરદસ્ત છે. તે એક સફળ બિઝનેસવુમન છે અને તેનું કરિયર પણ મજબૂત છે.
પતિની જેમ તે પણ કરોડોની કમાણી કરે છે. ઉપાસના એપોલો લાઈફની વાઈસ ચેરપર્સન છે અને આ સિવાય ‘બી પોઝિટિવ’ મેગેઝિની એડિટર ઈન ચીફ પણ છે. ઉપાસના કામિનેની શોબામા કામિનેનીની દીકરી છે. તેના પિતા અનિલ કામિનેની KEI ગ્રુપના ફાઉન્ડર છે.
દાદા પ્રતાપ સી. રેડ્ડી એપોલો હોસ્પિટલના એક્ઝીક્યૂટિવ ચેરમેન છે. ઉપાસનાનો જન્મ ૨૦ જુલાઈ, ૧૯૮૯માં થયો હતો. તેણે પોતાને અભ્યાસ લંડનની એક યુનિવર્સિટીમાંથી એક કર્યો. રામ ચરણ અને ઉપાસનાની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. બંને ચેન્નઈની એક સ્કૂલમાં ૯મા ધોરણ સુધી સાથે ભણ્યા હતા. બંને સારા મિત્રો હતા. પરંતુ બંને પ્રેમમાં હોવાનો અહેસાસ ત્યારે થયો જ્યારે રામ ચરણ વિદેશ જતો રહ્યો.
બંને એકબીજાને મિસ કરવા લાગ્યા હતા. ત્યારે એકબીજાનું મહત્વ સમજાયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, રામ ચરણની સુપરહિટ મૂવી ‘મગધીરા’ની રિલીઝ બાદ ઉપાસનાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેના પરિવારને પહેલાથી જ તેમના વિશે જાણ હતી.
રામ ચરણ અને ઉપાસનાએ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. બંનેએ ૧૪ જૂન, ૨૦૧૨એ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. ઉપાસના ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ એક્ટ્રેસ જેવી લાઈફસ્ટાઈલ જીવે છે. રિપોર્ટ્સ પ્રમાણે, રામ ચરણની નેટવર્થ ૧૩૦૦ કરોડ છે પરંતુ તેની પત્ની ઉપાસના પણ આ મામલે પાછળ નથી. તેની નેટવર્થ આશરે ૩૦૦ કરોડ છે.SS1MS