અભિનેતા વિકી કૌશલને જી લે ઝરામાં રોલ ઓફર થયો
મુંબઈ, બોલિવુડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન થયા ત્યારથી ફેન્સ આ જાેડીને ફિલ્મી પડદે એકસાથે જાેવા માટે ઉત્સુક છે. હવે કદાચ ફેન્સની આ ઈચ્છા પૂરી પણ થઈ જશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો કેટરિનાની આગામી ફિલ્મ ‘જી લે ઝરા’ના મેકર્સે વિકી કૌશલનો સંપર્ક કર્યો છે.
ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ ‘જી લે ઝરા’માં વિકી કૌશલને કેટરિના કૈફની ઓપોઝિટ કાસ્ટ કરવામાં આવશે તેવી ચર્ચા છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મનું ડાયરેક્શન કરી રહેલો ફરહાન પણ ફિલ્મના મેલ લીડમાંથી એક હશે. મતલબ કે, ફરહાન ફિલ્મ ડાયરેક્ટ કરવાની સાથે એક્ટિંગ પણ કરશે.
હવે, જાે વિકી કૌશલ ‘જી લે ઝરા’માં કામ કરવાની હા પાડી દેશે તો વિકી-કેટરિનાની ઓન-સ્ક્રીન કપલ તરીકે આ પહેલી ફિલ્મ હશે. જાેકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જી લે ઝરા’માં કેટરિના કૈફ ઉપરાંત પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ થકી બોલિવુડની ટોચની ત્રણેય એક્ટ્રેસ પહેલીવાર એક ફિલ્મમાં સાથે કામ કરી રહી છે.
કહેવાઈ રહ્યું છે કે, આ ફિલ્મ રોડ ટ્રીપ આધારિત હશે, જેના કેંદ્રમાં આ ત્રણેય હીરોઈનો હશે. તાજેતરમાં જ સૂત્રોએ અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું હતું કે, બોલિવુડમાં ઘણાં લોકોને આશ્ચર્ય છે કે ફરહાન અખ્તરે કાસ્ટિંગનું આ મુશ્કેલ કામ કઈ રીતે પાર પાડ્યું. ‘કાસ્ટિંગ કપ’ની સ્થિતિ હતી કારણકે આ ત્રણેય અભિનેત્રીઓને ભૂતકાળમાં કેટલીક સમસ્યાઓ હતી.”
વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’માં જાેવા મળશે. આ ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં દેખાશે. તદુપરાંત અલી અબ્બાઝ સફરની સુપરહીરો સીરીઝ અને ‘મેરી ક્રિસમસ’ જેવી ફિલ્મો કેટરિના પાસે છે.
બીજી તરફ વિકી કૌશલ હાલ સારા અલી ખાન સાથે અપકમિંગ ફિલ્મનું શૂટિંગ ઈન્દોરમાં કરી રહ્યો છે. ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’, ‘સેમ બહાદુર’, ‘તખ્ત’, ‘ગોવિંદા નામ મેરા’ જેવી ફિલ્મો વિકી પાસે છે.SSS