Western Times News

Gujarati News

અભિનેતા વિક્રમ સિંહ ચૌહાણ દીકરીનો પિતા બન્યો

લગ્નની પહેલી એનિવર્સરી પર શ્રેષ્ઠ ગિફ્ટ મળી

વિક્રમે સીરિયલ ઉપરાંત મર્દાની ૨, કેસરી અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં કામ કરીને લાઈમલાઈટમાં આવ્યો

મુંબઈ,ટીવી સીરિયલ યે જાદુ હૈ જિન્ન કામાં અમાન જુનૈદનો રોલ ભજવીને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવનારો એક્ટર વિક્રમ સિંહ ચૌહાણ હવે પિતા બની ગયો છે. લગ્નના એક વર્ષ બાદ વિક્રમ સિંહ ચૌહાણના ઘરે દીકરીનો જન્મ થયો છે. વિક્રમે દીકરીની સુંદર તસવીર શેર કરવાની સાથે તેના નામનો પણ ખુલાસો કર્યો છે. વિક્રમ ઈન્સ્ટાગ્રામ પર દીકરી સાથેની તસવીર શેર કરતાં તેના જન્મના ખુશખબર આપ્યા છે. વિક્રમ સિંહ ચૌહાણે ૮ મેએ મધર્સ ડેના દિવસે દીકરીને છાતીએ લગાડેલી તસવીર શેર કરી છે.

વિક્રમે આ ફોટો શેર કરતાં જણાવ્યું છે કે દીકરીનો જન્મ ૨ મેના રોજ થયો છે અને તેનું નામ સિયા પાડ્યું છે. વિક્રમે ફોટો શેર કરતાં લખ્યું, “મારો એક ટુકડો. સિયા- ૨.૦૫.૨૦૨૨.” વિક્રમે આ ફોટો શેર કરતાં જ ફેન્સ અને સેલેબ્સે તેને અભિનંદન પાઠવ્યા હતા. થોડા દિવસ પહેલા જ ઈન્ટરવ્યૂમાં વિક્રમ સિંહે ચૈહાણે પિતા બનવાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું હતું, “હું અતિ ઉત્સાહિત છું.

અમે આ બેબી પ્લાન નહોતું કર્યું પરંતુ અમે તેને ભગવાનના આશીર્વાદ ગણીએ છીએ. આ અમારું હનીમૂન બેબી છે અને અમે બંને પેરેન્ટ્‌સ બનવા તૈયાર છીએ. વિક્રમ સિંહ ચૌહાણ ટીવી સીરિયલ ઉપરાંત કેટલીક બોલિવુડ ફિલ્મોમાં જાેવા મળ્યો છે. તેણે ‘મર્દાની ૨’, કેસરી અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં કામ કરીને લાઈમલાઈટમાં આવ્યો હતો. આ સિવાય તે ‘છત્તીસ ઔર મેના’ અને ‘રુદ્રાઃ ધ એજ ઓફ ડાર્કનેસ’ જેવી વેબ સીરીઝમાં પણ જાેવા મળ્યો છે.

વિક્રમે ૨૦૧૩માં સીરિયલ ‘કૂબૂલ હૈ’ દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે ‘જાના ના દિલ સે દૂર’, ‘એક દિવાના થા’ વગેરે જેવી સીરિયલોમાં જાેવા મળ્યો છે. વિક્રમે ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ કોર્પોરેટ વકીલ સ્નેહા શુક્લા સાથે લગ્ન કર્યા હતા. લગ્નની પહેલી એનિવર્સરી પર જ તેણે પત્ની પ્રેગ્નેન્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. એનિવર્સરીના બે દિવસ બાદ તેઓ પેરેન્ટ્‌સ બની ગયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.