Western Times News

Gujarati News

અભિનેતા વિદ્યુત જામવાલ મહાદેવના અવતારમાં દેખાયો

મુંબઈ: આજે સોમવાર એટલે કે મહાદેવની ભક્તિના દિવસે વિદ્યુત જામવાલે પોતાનો મહાદેવ લુક શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. વિદ્યુત જામવાલે તેનો આ ફોટો ટ્‌વીટર પર શેર કર્યો છે. આ ફોટો પર વિદ્યુતના ફેન્સ ખૂબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ફોટો પર ફેન્સ હર હર મહાદેવની કમેન્ટ્‌સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ તસ્વીર એ કોઈ ફિલ્મનું પોસ્ટર કે ફિલ્મનો લૂક નથી. પરંતુ વિદ્યુત જામવાલના એક ફેને વિદ્યુતનું મહાદેવ લુકવાળું પેન્ટીંગ બનાવ્યું છે, જેને વિદ્યુતે ટ્‌વીટર પર પોતાના ફેન્સ સાથે શેર કર્યું છે. જેને લઈને વિદ્યુત જામવાલ ચર્ચામાં છે.

એટલું જ નહીં વિદ્યુતના આ લૂકથી તેના ફેન્સ એટલા ઉત્સાહિત છે કે, વિદ્યુતના ફેન્સ તેને ભગવાન શિવ પર એક ફિલ્મ કરવા કહી રહ્યા છે. તાજેતરમાં વિદ્યુત જામવાલ અને શ્રુતિહાસન સ્ટારર ફિલ્મ ધ પાવર ચર્ચામાં હતી. આ ફિલ્મમાં વિદ્યુતનો એક્શન અને રોમાન્સ પણ જાેવા મળ્યો હતો.

આ ફિલ્મને મહેશ માંજરેકરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પ્રતીક બબ્બર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ ૯૦ના દાયકાના બેકગ્રાઉન્ડમાં બનાવાઈ છે. આ ફિલ્મ ૧૪ જાન્યુઆરીએ હિન્દી, કન્નડ અને તમિલ ભાષામાં ઝી૫ પર રિલીઝ કરી દેવામાં આવી છે. વિદ્યુત જામવાલ ફિલ્મો ઉપરાંત પોતાના વાસ્તવિક જીવનમાં પણ એક્શન સુપરસ્ટાર તરીકે ઓળખાય છે. વિદ્યુત સોશ્યલ મીડિયા દ્વારા અવારનવાર પોતાના ફેન્સને અવનવી ચેલેન્જ આપતો રહે છે. તેણે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મોથી કરી હતી.

બોલીવુડમાં ફિલ્મ ફોર્સથી વિદ્યુતે જ્હોન અબ્રાહમના ઓપોઝીટ વિલનનો રોલ કરીને પદાર્પણ કર્યું હતું. જે બાદ તેણે બૉલીવુડમાં ઘણી ફિલ્મો અને આલબમમાં કામ કર્યું. ઉલ્લેખનીય છે કે, વિદ્યુત જામવાલ જલ્દી જ ફિલ્મ ‘સનક’માં લીડ રોલમાં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.