અભિનેતા શાહરૂખે મન્નતની બહાર આવી ફ્રેન્સને ઇદની શુભેચ્છા આપી

મુંબઈ,બોલીવુડના કિંગ ખાન દર વખતે ઈદ પર ફેન્સની ઈચ્છા પૂરી કરે છે. શાહરૂખ ખાને ઈદ પર પોતાના ઘર મન્નતની બહાર આવી ફેન્સનું અભિવાદન કર્યું છે. પોતાના દર વર્ષના રિવાજને શાહરૂખે આ વર્ષે પણ પૂરો કર્યો છે. બકરીદ પર શાહરૂખ પોતાના નાના પુત્ર અબરામ સાથે બાલકનીમાં આવ્યો અને ફેન્સનું અભિવાદન કર્યું હતું.
શાહરૂખની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.ઈદના તહેવાર પર શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે હજારો ફેન્સ તેના ઘરની બહાર ભેગા થાય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો મન્નતની બહાર ભેગા થયા અને શાહરૂખ ખાને ફેન્સની ઈચ્છા પૂરી કરી છે. ફેન્સ ભલે દૂરથી પણ પોતાના સુપરસ્ટારને મળી શક્યા.
જ્યારે શાહરૂખ ફેન્સને મળવા બહાર આવ્યો તો તેની સાથે નાનો પુત્ર અબરામ પણ જાેવા મળ્યો હતો. આ દરમિયાન શાહરૂખ કેઝ્યુઅલ લુકમાં જાેવા મળ્યો. તેણે સફેદ ટી-શર્ટની સાથે બ્લૂ કારગો પેન્ટ પહેર્યું હતું. અબરામે પણ શાહરૂખની સાથે ફેન્સને વેવ કર્યું. શાહરૂખ અને અબરામની આ તસવીર વાયરલ થઈ છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહરૂખ ખાન લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં વાપસી કરવાનો છે.
તે ફિલ્મ પઠાણમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. શાહરૂખની પાસે આ સમયે ફિલ્મોની લાઇન લાગી છે. પઠાણ બાદ તે ડંકી અને જવાનમાં જાેવા મળશે.HM