અભિનેતા શાહરૂખ ખાને નામ બદલ્યું પછી બદલાયું નસીબ
મુંબઈ: બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનાના માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ ખુબ જ મોટી સંખ્યામાં ફેન્સ છે. તેમના ફેન્સ તેમના માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે. શાહરૂખ ખાન પણ તેમના ફેન્સને ખુબ જ પ્રેમ કરે છે. કેટલાક ફેન્સ તેમને મળવા માટે કલાકોની રાહ જાેતા હોય છે. જાેકે આ બધાની વચ્ચે શું તમને ખબર છે કે શાહરૂખ ખાનનું જૂનુ નામ શું હતું. આપને જાણીને નવાઈ લાગશે કે શાહરૂખ ખાનનું જૂનુ નામ કઈક બીજુ હતુ. આ નામની સંપૂર્ણ કહાની શાહરૂખ ખાને ખુદ કહી છે. કે તેમનું નામ શાહરૂખ ખાન કેવી રીતે પડ્યું. શાહરૂખ ખાને અનુપમ ખેર ચેટ શોમાં જણાવ્યું હતુ
તેમનું જૂનુ નામ અબ્દુલ રહમાન હતું. આ નામ ક્યાંય પણ રજિસ્ટર ના થયું પણ એ વાત સાચી છે કે આ જ તેમનુ જૂનુ નામ હતું. તેમનુ નામ પછીથી તેમના પિતાએ બદલીને શાહરૂખ ખાન કર્યું. આ સાથે જ શાહરૂખ ખાને જણવ્યું કે તેમની નાની ઈચ્છતી હતી કે તેમનુ નામ અબ્દુલ રહેમાન પડે. શાહરૂખ ખાને અનુપમ ખેરને જણાવ્યું કે નાનીએ મારુ નામ અબ્દુલ રહમાન રાખ્યું હતું. તે ઈચ્છતા હતા કે આજ નામ રહે. જાે એવુ હોત તો બાઝીગર સ્ટારિંગ અબ્દુલ રહમાન સારુ ના લાગાત. તઓએ વધુમાં જણાવ્યું કે મારા પિતાએ મારુ નામ શાહરૂખ ખાન રાખ્યું, બહેનનું નામ લાલારૂખ રાખ્યું. બહેનનું નામ એક કવિતા પર રાખવામાં આવ્યું. મારા નામનો મતલબ છે
પ્રિન્સ જેવો ચહેરો. શાહરૂખ ખાને જણાવ્યું કે તેમના કઝિન તેમને જૂના નામથી ચીઢવે છે. શાહરૂખે જણાવ્યું કે ‘મારા કઝિન્સ કહેતા હતા કે જ્યારે તારા લગ્ન થશે ત્યારે અબ્દુલ રહેમાનની અબ્દુલ રહમનિયા. આ મજેદાર કિસ્સા પર શાહરૂખ ખાન અને અનુપમ ખેર બંને હસી પડ્યાં. શાહરૂખના પિતાને તેમનો ચહેરો પ્રિન્સ ચાર્લ્સ જેવો લાગતો હતો કારણ કે મારુ નાક મોટું છે. આપને જણાવીએ, લાંબા સમયથી શાહરૂખ ખાનની એક પણ ફિલ્મ રીલિઝ નથી થઈ. હવે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ જલ્દી જ રિલીઝ થવાની છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં દિપીકા અને જૉન અબ્રાહમ પણ જાેવા મળશે.