અભિનેતા સલમાન ખાનને જાનથી મારવાનો ધમકીભર્યો પત્ર મળ્યો

સલમાન ખાનના પિતા સવારે જ્યારે જાેગિંગ પર ગયા તો જ્યાં તે બેંચ પર બેઠ્યા હતા ત્યાં ધમકી પત્ર મળ્યો
નવી દિલ્હી, બોલીવુડના ભાઇજાન સલમાન ખાનને જાનથી મારવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. સલમાન ખાનને પણ સિદ્ધૂ મૂસેવાલાની માફક મારવાનો પત્ર મળ્યો છે. સલમાન ખાનના પિતા સવારે જ્યારે જાેગિંગ પર ગયા તો જ્યાં તે બેંચ પર બેઠ્યા હતા ત્યાં તેમના અને તેમના પુત્ર સલમાન ખાનના નામથી ધમકી પત્ર મળ્યો હતો.
આ લેટરમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાનની હાલત સિદ્ધૂ મૂસેવાલા કરી દેશે. પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. પત્ર સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૦૦ વાગ્યાની આસપાસ સલીમ ખાનને મળ્યો હતો. બાંદ્રા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કેસ દાખલ કરી આગળની તપાસમાં લાગી ગઇ છે.SS2KP