અભિનેતા સલમાન ખાને પઠાણનું શૂટિંગ શરૂ કર્યું
મુંબઈ: સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર ૩નું શૂટિંગ ૮ માર્ચથી મુંબઈમાં શરૂ થવાનું છે. ગુરુવારે ફિલ્મના લીડ એક્ટર્સે પૂજા કરી હતી, જે યશરાજ ફિલ્મસની દરેક ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલા થતી હોય છે. ઈમરાન હાશ્મી આ ફિલ્મમાં વિલનના રોલમાં જાેવા મળશે ત્યારે તે પણ પૂજામાં હાજર હતો. ટાઈગર ફ્રેન્ચાઈઝીના ડાયરેક્ટર મનીષ શર્માએ પણ પૂજામાં ભાગ લીધો હતો. સૂત્ર પાસેથી જાણવા મળ્યું કે, ગુરુવારે સલમાન ખાન યશરાજ સ્ટુડિયો ખાતે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ કરવા આવ્યો હતો. યશ રાજ ફિલ્મસ પઠાણ અને ટાઈગર ૩ બંને ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યું છે.
ત્યારે પ્રોડક્શન હાઉસને લાગ્યું કે જાે ઈમરાન અને કેટરિના બંને ઉપલબ્ધ હોય તો ટાઈગર ૩ માટે પૂજા કરી દેવી જાેઈએ. બંને કલાકારોને ફોન કરવામાં આવ્યો અને તેઓ સમયસર સ્ટુડિયોમાં આવી ગયા હતા.” ચર્ચા તો એવી પણ છે કે, પૂજા પછી કેટરિના કૈફ પણ શાહરૂખને મળવા સેટ પર પહોંચી હતી. જણાવી દઈએ કે, નવેમ્બર ૨૦૨૦માં પઠાણનું શૂટિંગ શરૂ થયું છે. ૨૦૧૮માં આવેલી આનંદ. એલ. રાયની ફિલ્મ ઝીરો પછી શાહરૂખની આ પહેલી ફિલ્મ છે. ઝીરોમાં પણ સલમાન ખાન કેમિયો રોલમાં જાેવા મળ્યો હતો. જાે કે, પઠાણમાં સલમાનનો રોલ ઝીરો કરતાં મોટો હશે
કારણકે આ ફિલ્મના શૂટ માટે તેની પાસે ૮-૧૦ દિવસનો સમય માગવામાં આવ્યો છે. જાે કે, સલમાન પોતાના ભાગનું બધું જ શૂટિંગ ભારતમાં કરશે કે ટૂંક સમયમાં જ ફિલ્મનું વિદેશનું શિડ્યુલ શરૂ થવાનું છે તેમાં પણ જાેડાશે તે અંગે ચોક્કસ વિગતો મળી નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને અગાઉ શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં પણ નાનકડો રોલ કર્યો હતો. તો શાહરૂખે પણ સલમાનની ફિલ્મ હર દિલ જાે પ્યાર કરેગા અને ટ્યૂબલાઈટમાં કેમિયો કર્યો હતો.
જાે કે, બંનેએ કરણ અર્જુન અને હમ તુમ્હારે હૈ સનમ બાદ કોઈ આખી ફિલ્મ સાથે નથી કરી. આ મહિનાની શરૂઆતમાં સલમાને જણાવ્યું હતું કે, તેની પાસે પઠાણ અને ટાઈગર ૩ ઉપરાંત ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મ પણ છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે અને ફરહાદ સામજી ડાયરેક્ટર છે.